Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને તેના અન્ય સહયોગી દ્વારા EVMમાં ગડબડી હોવાની ચર્ચાઓ કરવામામાં આવી રહી છે. આ ચર્ચાએ હાલમાં દેશભરમાં જોર પકડ્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આજે EVM સો ટકા સુરક્ષિત હોવાનું જણાવવા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવશે. ચૂંટણી પંચની પેનલ એમ પણ જણાવશે કે EVM  અને VVPTE મશીન કેવી રીતે કામ કરે છે. આમ કરીને ચૂંટણી પંચ એ બાબત જણાવવા માગે છે કે, EVMમાં કોઇપણ પ્રકારના ચેડાં શક્ય નથી. હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ EVMમાં ચેડાં કરાયાનો આરોપ લગાવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં એક ડેમો દેખાડીને જણાવ્યું હતું કે, એક સ્પેશિયલ કોડ દ્વારા EVM મશીનમાં ચેડાં કરી શકાય છે. ચૂંટણી વિભાગે આ આરોપોને ખોટા ગણાવ્યાં હતાં. સાથે જ તમામ રાજકીય પક્ષને પડકાર આપ્યો હતો કે, EVMમાં ચેડાં કરી બતાવો. ચૂંટણી વિભાગનું આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને વાસ્તવિકતા સાથે જોડવાનો છે. ચૂંટણી વિભાગે આ સાથે જ જણાવ્યું છે કે, આગામી સમયમાં ચૂંટણી EVM દ્વારા નહીં પરંતુ VVPTE મશીન દ્વારા કરવામાં આવશે. જેથી વોટર એક પેપર સ્લિપ દ્વારા જાણી શકશે કે તેણે કોને વોટ આપ્યો છે. ચૂંટણી વિભાગે આ જાહેરાત તમામ પાર્ટીઓ સાથે બેઠક યોજ્યા બાદ કરી છે. આ બેઠકમાં પાર્ટીઓએ બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય તેની પર ભાર મૂક્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS