Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વર્ષ 2017ની પરીક્ષામાં પાસ તેમજ ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના રાજ્ય સરકારે બનાવી છે.

આ વિદ્યાર્થીઓને રૂપીયા 1000ના ટોકન દરે ટેબલેટ આપવામાં આવશે. આ યોજનાનુ નામ નમો ઈ-ટેબ રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આશરે 3.5 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયાં.

યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18ના અંદાજપત્રમાં રૂપિયા 200 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ આઈટીસી એમ્પાવર્ડ થઈ શકે તેમજ રાજ્ય અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે તે હેતુથી આ યોજના બનાવવામાં આવી છે.

‘‘અમે હવે પ્રધાનમંત્રીશ્રીના સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયાના આધાર ઉપર રાજ્યના હોનહાર યુવાનોના ઇનોવેટીવ વિચારોને મૂર્તિમંત કરવા સંકલ્પ કર્યો છે. આ ટેબ્લેટ તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ બનશે.’’  મુખ્યપ્રધાને કહ્યું હતું. તેમણે યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યુ કે, સરકારે વિશ્વનો જ્ઞાનભંડાર તેમની હથેળીમાં મૂકયો છે ત્યારે યુવાશકિત ગાંધી, સરદાર, નર્મદ અને નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતને દિવ્ય ભવ્ય બનાવી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવામાં સંવાહક બને. આ યુવા વર્ગને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે ચાલુ વર્ષે બજેટમાં રૂા. ૨૫૦૦૦  કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હબ બનાવવાના સંકલ્પને તેમણે દોહરાવ્યો હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS