Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરમાં 21મી ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે અને 23મીએ પરિણામ છે. ચૂંટણીને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર એક્સાઈઝ વિભાગે 19 ફેબ્રુઆરીની સાંજથી 21 સુધી અને 23મી ફેબ્રુઆરીએ ‘ડ્રાઈ ડેઝ’ ઘોષિત કર્યા છે.

થાણે-મુંબઈનાં હોટેલ માલિકોનું એક સંગઠન આ નિર્ણયની વિરુદ્ધમાં મુંબઈ હાઈકોર્ટમાં ગયું છે.

રાજ્યના એક્સાઈઝ વિભાગે ગઈ 24 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી હતી કે મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને 19 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યાથી લઈને 20 અને 21 ફેબ્રુઆરી (મતદાન દિવસ) તેમજ 23 ફેબ્રુઆરી (પરિણામ દિવસ) ડ્રાઈ દિવસો રહેશે. એ સમય દરમિયાન શહેરમાં શરાબ વેચવા-ખરીદવાની મનાઈ રહેશે.

હોટેલ ઓનર્સ એસોસિએશને આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય ગેરકાયદેસર, આપખુદી હોઈ એ રદ કરવો જોઈએ.

હોટેલમાલિકોની દલીલ છે કે આ ઓર્ડરને કારણે એમના ધંધાને માઠી અસર પડશે તેમજ આ ઓર્ડર આજીવિકા વિશે એમના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન છે.

ન્યાયમૂર્તિઓ વી.એમ. કાનડે અને પી.આર. બોરા આ કેસમાં આજે સુનાવણી કરી એમનો ફેંસલો સંભળાવે એવી ધારણા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS