Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગટન- મિસાઈલ પરિક્ષણ અને પરમાણુ હથિયારના મુદ્દે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. બીજી તરફ યુનાઈટેડ નેશને પણ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતા મિસાઈલ પરિક્ષણને વૈશ્વિક શાંતિ માટે જોખમરુપ ગણાવ્યું છે. તેમ છતાં ઉત્તર કોરિયાના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, અને હજી વધુ મિસાઈલ પરીક્ષણ કરવાની વાત ઉત્તર કોરિયાની કિમ જોંગ સરકાર કરી રહી છે.

ત્યારે અમેરિકા દ્વારા હવે એ વાતની સમીક્ષા કરવામાં આવી રહી છે કે, ‘ઉત્તર કોરિયાને આતંકવાદનું સમર્થન કરનારા દેશની યાદીમાં સામેલ કરવો જોઈએ.’ આ અંગે અમેરિકાના વિદેશપ્રધાને જણાવ્યું કે, ટ્રમ્પ સરકાર ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ આ ચર્ચા પહેલા કરવામાં આવેલી ચર્ચાઓથી અલગ પ્રકારની રહેશે.

અમેરિકાના વિદેશપ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયાને સ્વચ્છંદી થતું અટકાવવા અને તેના પર પ્રતિબંધ મુકવા અમેરિકા દરેક મુદ્દા અંગે સમીક્ષા કરી રહ્યું છે. જેમાં આતંકવાદને સમર્થન આપવાની સાથે સાથે અન્ય મુદ્દાઓ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી પ્યોંગપ્યાંગ સરકાર પર સકારાત્મક વાતચીત કરવા માટે અમેરિકા દબાણ લાવી શકે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS