Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વૉશિંગ્ટન- ટ્રમ્પ શાસનમાં વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બનવા જઈ રહેલા રેંચ પ્રીબસે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ હેકિંગ મામલે ગુપ્તચર વિભાગના નિષ્કર્ષનો સ્વીકાર કરે છે. ગુપ્તચર વિભાગે પોતાના નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાને નુકસાન કરવા માટે રશિયાએ હેકિંગનો સહારો લીધો હતો. ટ્રમ્પના સહયોગીએ જણાવ્યું કે ગુપ્તચર વિભાગના આ અહેવાલ અંગે ટ્રમ્પ સહમત થયા છે અને અમેરિકાના વિરૂદ્ધ કરવામાં આવેલી કોઇપણ પ્રકારની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

રિપબ્લિકન નેશનલ કમિટીના પૂર્વ ચેરમેન પ્રીબસે જણાવ્યું કે ‘ટ્રમ્પ જાણે છે કે ડેમોક્રેટિક પક્ષના વિવિધ સંગઠનોમાં હેકિંગ પાછળ રશિયાનો હાથ હતો.’ પ્રીબસનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ થઈ જાય છે કે આ પહેલા ખૂદ ટ્રમ્પ કેટલીયવાર અમેરિકન ગુપ્તચર સંસ્થાઓના આ દાવાને નકારી ચૂક્યા છે. તેમણે પોતાના દાવામાં કહ્યું હતું કે તેમના રાજનૈતિક વિરોધીઓ હાર ન પચાવી શકવાથી આ પ્રકારના દાવા કરે છે.

ત્યારે એવું પહેલીવાર છે કે ટ્રમ્પની ટીમના કોઈ વરિષ્ઠ અધિકારીએ હેકિંગ મામલે રશિયાનો હાથ હોવાની થીયરી સ્વીકારી છે. પ્રીબસે વધુમાં કહ્યું કે ટ્રમ્પ ગુપ્તચર સંસ્થાઓને આદેશ દેવા અંગે પણ વિચારી રહ્યા છે કે તેઓ ટ્રમ્પને સલાહ આપે કે આ મામલે અમેરિકાના પક્ષમાં રહે તેવી ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ગુપ્તચર વિભાગની સલાહ પ્રમાણે વર્તવામાં પણ આવશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS