Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ડોકલામ ગતિરોધનું સામાધાન લાવવા ભારત અને ચીન બન્ને દેશની સેનાને એક સાથે ડોકલામથી હટાવવાના ભારતના પ્રસ્તાવને ચીને નકારી દીધો છે. ચીન પોતે ડોકલામથી સેના હટાવવા તૈયાર નથી પણ ભારતને ધમકીના સ્વરમાં કહ્યું કે, જો ચીનની સેના કશ્મીર અને ઉત્તરાખંડમાં ઘૂસી જાય તો ભારત શું કરશે?

આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ચીની અધિકારીએ કશ્મીર અને ઉત્તરાખંડનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પણ આ  મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોએ ચીનની સેનાને ડોકલામ વિસ્તારમાં પાકો રસ્તો બનાવવાથી અટકાવ્યા હતા, ત્યારબાદથી ભારત અને ચીન વચ્ચે ગતિરોધ શરુ થયો છે. અને છેલ્લા બે મહિના જેટલા સમયથી ભારતીય સૈનિકોએ ડોકલામમાં કબ્જો જમાવ્યો છે.

ચીને દાવો કર્યો છે કે, ડોકલામ તેનો વિસ્તાર છે અને પોતાના વિસ્તારમાં રસ્તાનું નિર્માણ કરવા ચીન સ્વતંત્ર તેને કોઈ અટકાવી શકે નહીં. ઉપરાંત ચીન ડોકલામ વિસ્તારમાંથી ભારતીય સૈનિકોને હટાવી લેવા પણ વારંવાર માગ કરી રહ્યું છે અને ભારતને યુદ્ધનો ડર બતાવી ધમકી આપી રહ્યું છે. જ્યારે ભૂટાનના દાવા પ્રમાણે ડોકલામ તેનો ભૂભાગ છે. ચીને કહ્યું છે કે, ડોકલામ ક્ષેત્રમાં જ્યાં સુધી એક પણ ભારતીય સેનિક તહેનાત રહેશે ત્યાં સુધી તે ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને ચીન તેને સ્વીકારશે નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS