Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ– ડીમાર્ટના આઈપીઓ રોકાણકારો માલામાલ થઈ ગયા છે. આઈપીઓમાં જેને શેરનું એલોટમેન્ટ થયું તેને માત્ર દસ દિવસમાં રોકાણની રકમ બમણાથી વધુ વધી છે. સુપર માર્કેટ રીટેઈલ ચેઈન ડી માર્ટ- એવન્યુ સુપરમાર્કેટના નવા શેરનું મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આજે ધમાકેદાર લિસ્ટીંગ થયું છે. 101 ટકાના પ્રિમિયમ સાથે લિસ્ટીંગ થયું છે. બીએસઈમાં ડીમાર્ટના શેરનો ભાવ રૂ.604.40 અને એનએસઈ પર રૂ.600 ખુલ્યો હતો. એવન્યુ સુપર માર્કેટ-ડીમાર્ટના નવા શેરની ઈસ્યુ પ્રાઈઝ 299 રૂપિયા હતી.

ડીમાર્ટના શેરનું ધમાકેદાર લિસ્ટીંગ પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, અને શેરનો ભાવ ઘટીને 558.75 થઈ ગયો હતો, જો કે ત્યાર બાદ નવી ખરીદી પણ આવી છે. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈમાં ડીમાર્ટના શેરનો ભાવ રૂપિયા 341.75(114.30 ટકા)ના ઉછાળા સાથે રૂ. 640.75 બંધ રહ્યો હતો. એનએસઈમાં ડીમાર્ટના શેરનો ભાવ રૂ.600 ખુલીને શરૂમાં ઘટી રૂ.558.30 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી રૂ.648.90 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 641.60 બંધ રહ્યો હતો.

ડી માર્ટનો ઈસ્યુ 8 માર્ચે ખુલીને 10 માર્ચે બંધ થયો હતો. જે ઈસ્યુ 104 ગણો છલકાયો હતો, અને જે દ્વારા કંપનીએ રૂપિયા 1,866 કરોડ એકઠા કર્યા હતા. આજે મંગળવારે લિસ્ટીંગમાં જ ભારે ફેન્સી જોવાઈ હતી. ખુબ જાણીતા રાધાકિશન દામાણી એના પ્રમોટર છે. ડીમાર્ટ દેશમાં 41 શહેરોમાં 112 રીટેઈલ સ્ટોર્સ ધરાવે છે. તેની સપ્લાયની ચેઈનમાં 21 ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર છે. આઈપીઓથી મળેલા રૂપિયાનો ઉપયોગ કંપની દેવું ઘટાડવા માટે કરશે. તે સિવાય કંપની નવા સ્ટોર્સ ખોલવા માટે રોકાણ કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS