Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – દંતકથાસમા હિન્દી ફિલ્મ અભિનેતા દિલીપ કુમારને કિડનીની તકલીફને કારણે બાન્દ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

94 વર્ષીય યુસુફ ખાન ઉર્ફે દિલીપ કુમારની તબિયત હવે સ્થિર છે અને એમાં સુધારો થયો છે. એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા નથી એવી સ્પષ્ટતા હોસ્પિટલના એક ડોક્ટર ડો. જલાલ ડી. પારકરે કરી છે.

ડો. પારકરે એમ પણ કહ્યું કે શનિવારની સરખામણીમાં આજે દિલીપ કુમારની તબિયત સારી છે. એમને ન તો ડાયાલિસીસ પર રાખવામાં આવ્યા છે કે ન તો વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. એમની કિડનીની કામગીરીમાં સુધારો થયો છે.

દિલીપ કુમારને ગઈ ચોથી ઓગસ્ટે સાંજે ડીહાઈડ્રેશન થતાં અને પેશાબની તકલીફ ઊભી થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપ કુમાર છેલ્લે 1998માં કિલા ફિલ્મમાં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. 1994માં એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને 2015માં એમને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

દિલીપ કુમાર દેવદાસ, ગંગાજમના, રામ ઔર શ્યામ, મધુમતી, મુગલે આઝમ, કર્મા જેવી ફિલ્મો માટે જાણીતા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS