Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત થઈ રહેલા સીઝફાયરના ઉલ્લંઘન પર આકરું વલણ અપનાવતા ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જમ્મુ-કશ્મીર સાથે જોડાયેલી સરહદ પર કોઈપણ પ્રકારના ફાયરિંગનો ભારત જડબાતોડ જવાબ આપશે. ભારતીય DGMO લેફ્ટનેન્ટ જનરલ એ. કે. ભટ્ટે પોતાના પાકિસ્તાની સમકક્ષ સાથે ફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય સેના LoC ઉપર શાંતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.

ભટ્ટે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે, ભારત પાસે કોઈપણ પ્રકારના સીઝફાયર ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સૈન્ય દ્વારા સોમવારે કરવામાં આવેલા ગોળીબારમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. શહીદ જવાન મુદસ્સર અહેમદ જમ્મુ-કશ્મીરના ત્રાલ સેક્ટરના રહેવાસી હતા. તેઓ રાજૌરી સેક્ટરમાં ડ્યૂટી પર તહેનાત હતાં.

બીજી બાજુ ભારતીય સેનાના પ્રવક્તા લે. કર્નલ અમન આનંદે DGMOની વાતચીતની જાણકારી આપતા કહ્યું કે, ભારત સીમા પર શાંતિ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે પ્રામાણિક પ્રયત્ન કરે છે. વાતચીતની શરુઆત પાકિસ્તાની કમાન્ડર મેજર જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ કરી હતી. બંને કમાન્ડર વચ્ચે આશરે 10 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.

ભટ્ટે કહ્યું કે, ભારતીય સેના ત્યારે જ ફાયરિંગ કરે છે જ્યારે હથિયારબદ્ધ ઘૂસણખોરો સીમાપારથી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે. ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ભટ્ટે પોતાના પાકિસ્તાની સમકક્ષથી એ પણ સ્પષ્ટ કર્યું કે, પડોશી દેશની મદદથી જ ઘૂસણખોરી હજી સુધી ચાલી રહી છે અને તેને કારણે ભારતની શાંતિ અને આંતરિક સુરક્ષા સામે ખતરો ઊભો થાય છે.

વધુમાં આનંદે કહ્યું કે, અમારી પાસે પૂરાવા પણ છે કે, પાકિસ્તાની સેનાના સમર્થનને કારણે જ તેઓ ભારતીય સેનાને સતત ટાર્ગેટ બનાવી રહ્યાં છે. ભારતીય સેનાના જમાવ્યા અનુસાર જૂનમાં પાકિસ્તાની BATના હુમલા બાદ સીમા પર સીઝફાયર ઉલ્લંઘનના 23 કિસ્સા સામે આવ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS