Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ડોકલામ વિવાદ મુદ્દે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. ગ્લોબલ ટાઈમ્સના એડીટરે જણાવ્યું કે, ભારત જો આ જ રીતે ચીનની ચેતવણીને અવગણતું રહેશે તો યુદ્ધ નિશ્ચિત છે. ગ્લોબલ ટાઈમ્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત આ મુદ્દે રાજકીય સમાધાન લાવવા પ્રયાસ કરી રહ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સ પર રજૂ કરવામાં આવેલા આશરે દોઢ મિનિટના વીડિયોમાં ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે જણાવ્યું કે, નવી દિલ્હી આજે પણ 1962ની જવાહરલાલ નેહરુ સરકારની જેમ અનુભવહીન છે. ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે વધુમાં કહ્યું કે, ભારત પોતાને વિપરિત સ્થિતિમાંથી બહાર કાઢવા પ્રયાસ નથી કરી રહ્યું પરંતુ દેશની જનતાને ‘બધું ઠીક થઈ જશે’ તેવું આશ્વાસન આપે છે.

ગ્લોબલ ટાઈમ્સે તેના વીડિયોમાં ભારતીય અખબારનો હવાલો આપીને જણાવ્યું છે, જેમાં લખવામાં આવ્યું હતું કે, ચીન ભારત ઉપર હુમલો કરવાની ભૂલ નહીં કરે. ત્યાં સુધી કે, નાની સૈન્ય કાર્યવાહી પણ કરશે નહીં. જેના જવાબમાં ગ્લોબલ ટાઈમ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન પણ શાંતિ ઈચ્છે છે અને સાથે મળીને આગળ વધવા માગે છે. પણ જો ભારતીય સેના સતત ચીનની ધરતી ઉપર કબ્જો જમાવીને રહેશે તો સ્થિતિઓ કંઈક વિપરિત બની શકે છે.

ગ્લોબલ ટાઈમ્સના વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત જો કોઈ ચાલાકી કરશે અને ચીનની ચેતવણીની વારંવાર અવગણના કરશે તો યુદ્ધ નિશ્ચિત છે. 1962ની યાદ અપાવતા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, નહેરુ સરકારનું પણ માનવું હતું કે, ચીન હુમલો નહીં કરે પણ તેમ થયું નહતું. આજે પણ નવી દિલ્હી એજ અનુભવહીનતાનો પરિચય કરાવી રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS