Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર – સંરક્ષણપ્રધાન અરૂણ જેટલી આજે ઉત્તર કશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (લાઈન ઓફ કન્ટ્રોલ – LoC) પર ભારતીય સૈન્યની સીમા નજીકની ચોકીઓની મુલાકાત લીધી હતી અને ત્યાં તહેનાત કરવામાં આવેલા સૈનિકોની હિંમત અને એમના દ્રઢનિશ્ચયની પ્રશંસા કરી હતી.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, સંરક્ષણપ્રધાને આજે LoC પર રામપુર સેક્ટરમાં સીમાંત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત કરી હતી અને એમની હિંમત, દ્રઢનિશ્ચય અને રાષ્ટ્ર પ્રત્યેની નિસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી.

જનરલ ઓફિસર કમાન્ડિંગ (બારામુલ્લા સ્થિત ડેગર ડિવિઝન) મેજર જનરલ આર.પી. કાલિતા પણ જેટલીની સાથે LoC પર ગયા હતા.

જેટલીએ કહ્યું કે, સૈનિકો જે કઠિન સંજોગોમાં સરહદ પર ચોકીપહેરો ભરી રહ્યા છે એનાથી સમગ્ર દેશ વાકેફ છે અને તમામ દેશવાસીઓ એમની સાથે છે. દુશ્મનોના દુસ્સાહસને જડબાતોડ જવાબ આપવાની આપણા જવાનોમાં જોરદાર ઈચ્છાશક્તિ છે.

દેશનાં હિતોને હાનિ પહોંચાડવા માગતા પરિબળોની નઠારી પ્રવૃત્તિઓ પરને નિષ્ફળ બનાવવા માટે સરહદો પર સતત ચાંપતી નજર રાખવાની જરૂરિયાતનો જેટલીએ પુનરોચ્ચાર કર્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS