Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન- મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારની યાદીમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે દાઉદ ઇબ્રાહિમ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બ્રિટન સરકારે દાઉદની કરોડોની સંપત્તિ સીલ કરી છે.

જે સંપત્તિ સીલ કરવામાં આવી છે તેની કિંમત 6.7 બિલિયન ડોલર એટલે કે આશરે 42 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ગત મહિને બ્રિટને ફાયનાન્શિયલ સેક્શન સાથે જોડાયેલી મિલકતો સીલ કરવાની યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ હતું. આ યાદીમાં દાઉદને ભારતના નાગરિક તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત 3 સરનામાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દાઉદના 21 ઉપનામ પણ સરકારી યાદીમાં જણાવવામાં આવ્યા છે. જેનો તે ઉપયોગ કરતો રહ્યો છે.

દાઉદ ઈબ્રાહિમની બ્રિટનના વોરવિકશાયરમાં એક હોટલ અનેક ઘર આવેલા છે, જેની કિંમત હજારો કરોડમાં આંકવામાં આવે છે. આ ઉપરાંત મિડલેન્ડ હોટલ સહિત કેટલાંક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ પણ બ્રિટનના સરકાર દ્વારા સીલ કરવામાં આવ્યાં છે.

EDના સૂત્રોએ જણાવ્યું કે, દાઉદને પકડવામાં હજીસુધી સફળતા નથી મળી. જેથી તેની પ્રોપર્ટી જપ્ત કરીને આર્થિક રીતે તેને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાની શરુઆત ભારતના પીએમ નરેન્દ્ર મોદીની યુએઈ અને લંડન પ્રવાસ દરમિયાન થઈ હતી. દાઉદ ઈબ્રાહિમને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સાથે દુનિયાભરમાં ફેલાયેલા તેના તમામ બિઝનેસ અને પ્રોપર્ટી જપ્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS