Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આજે ભારત સહિત સમગ્ર વિશ્વ ‘મધર્સ ડે’ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના કેટલાક ક્રિકેટ સિતારાઓએ પણ મધર્સ ડે નિમિત્તે એમની માતા પ્રત્યેની લાગણી સોશિયલ મિડિયા પર વ્યક્ત કરી છે.

આ સિતારાઓમાં દંતકથાસમા ક્રિકેટર અને ભારત રત્નથી સમ્માનિત સચીન તેંડુલકર અને વર્તમાન ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.

સચીને એમના માતા સાથેની પોતાની એક તસવીર ટ્વીટર પર પોસ્ટ કરીને મેસેજમાં લખ્યું છેઃ ‘દુનિયાને માટે તમે મારા માતા છો, પણ મારા માટે તમે મારી દુનિયા છો.’

વિરાટ કોહલીએ માતાઓ દ્વારા એમનાં સંતાનોને જિંદગીના વિવિધ તબક્કાઓ વખતે એમની કાળજીને ખાતર સામાન્ય રીતે પૂછવામાં આવતાં સવાલોનો એક કોલાજ દર્શાવતો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવી દેનાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટ્વીટમાં માતા વિશે આમ લખ્યું છેઃ ‘આજે હું જે કંઈ પણ છું, એ તમારાં થકી છું, અમ્મી.’

ભૂતપૂર્વ આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલની મોસમમાં જોરદાર બેટિંગ દેખાવ કરતા વિકેટકીપર રીષભ પંત, ક્રિકેટર મનોજ તિવારી, ઓલરાઉન્ડર હરભજન સિંહે પણ પોતપોતાનાં ટ્વીટર પેજ પર મધર્સ ડે નિમિત્તે એમનાં મેસેજ પોસ્ટ કર્યાં છે. (જુઓ નીચે મુજબ):

This one's for the mums. #HappyMothersDay 😊

A post shared by Virat Kohli (@virat.kohli) on


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS