Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– ગુજરાતમાં આજે એકાએક લઘુત્તમ તાપમાનનો પારો ગગડી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને કોલ્ડવેવ અનુભવાશે. નલીયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 5.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તેમ જ માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન જતું રહ્યું હતું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું. અને ગઈકાલથી ઠંડીનો ચમકારો અનુભવયો હતો.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં કોલ્ડવેવ રહેશે. નલીયા અને અમદાવાદમાં આજે સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.

આજે વહેલી સવારના 8.30 વાગ્યાના તાપમાનના આંકડા પર નજર કરીએઃ ડીસામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 7.7 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી, કચ્છ-માંડવીમાં 8.5 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 8.8 ડિગ્રી, વલસાડમાં 9.5 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 10.3 ડિગ્રી, સૂરતમાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોધાયું હતું.

ઉત્તરભારતમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે ઉત્તર તરફથી વાતા ઠંડા પવનોને કારણે આ વખતે ગુજરાતમાં 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે ભારે ઠંડીનો સામનો કરવો પડશે. પવનની ગતિ પણ વધારો રહે તેમ અત્યારના ઠંડાના પવનો પરથી દેખાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS