Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

DSC_4523
‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’નાં વિજેતા… કવિતા કપૂર
‘મિસિસ રીડર્સ ચૉઈસ’, ‘મિસિસ ફિટનેસ’, ‘મિસિસ ફોટોજેનિક’ અને ‘મિસિસ કન્જેનિયાલિટી’નાં મિની ટાઈટલ્સ જાય છે અનુક્રમે ફાલ્ગુની રાવલ, બિન્ની ઠક્કર, યેશા સોરઠિયા અને
ખુશબુ માકડિયા

અમદાવાદ: ૨૪ એપ્રિલ, ૨૦૧૬: ધમાકેદાર મનોરંજન અને ઉત્કંઠા જગાવે એવા જ્યુરી રાઉન્ડની વચ્ચે ‘ચિત્રલેખા ગ્રુપે’ ‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’ની પ્રથમ સીઝનનું આયોજન એના હૉસ્પિટાલિટી પાર્ટનર ‘ક્લબ ૦૭’ સાથે એની વિશાળ લૉન પર કર્યું હતું. ‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’નાં વિજેતા બન્યાં છે, કવિતા કપૂર.  ફર્સ્ટ રનર-અપ બન્યાં છે બોની હાલાણી અને સેકન્ડ રનર-અપ છે લીના શાહ.

વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સઘન રીતે ગ્રૂમ થયા પછી ૨૧ ફાઈનાલિસ્ટો જાણીતાં ફૅશન ડિઝાઈનર અને ‘મિનરલ લેબલ’નાં સ્થાપક પ્રિયદર્શિની રાવ, જાણીતા વેલનેસ અને હોલિસ્ટિક લિવિંગ ગુરુ મિકી મહેતા, જાણીતાં અભિનેત્રી સોહા અલી ખાન, ‘ફેમિના મિસ ઈન્ડિયા અર્થ ૨૦૦૮’નાં વિજેતા તન્વી વ્યાસ, ટીવીના જાણીતા નિર્માતા-અભિનેતા જમનાદાસ મજીઠિયા (જેડી), જાણીતા રૅપર દેવાંગ પટેલ અને ફૅશન ફોટોગ્રાફર આશિષ સોમપુરાની બનેલી જ્યુરી સમક્ષ સ્પર્ધાના ત્રણ કઠિન રાઉન્ડ્સમાંથી પસાર થયાં હતાં. આ રાઉન્ડ્સ હતા: ટ્રેડિશનલ, ઈન્ડો-વેસ્ટર્ન અને ગાઉન. અંતે ‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’નાં વિજેતા ઘોષિત થયાં DSC_4423હતાં. સાથે સાથે ફર્સ્ટ રનર-અપ અને સેકન્ડ રનર-અપ પણ ઘોષિત થયાં હતાં. એ ઉપરાંત, ‘મિસિસ રીડર્સ ચૉઈસ’, ‘મિસિસ ફિટનેસ’, ‘મિસિસ ફોટોજેનિક’ અને ‘મિસિસ કન્જેનિયાલિટી’ એમ ચાર મિની ટાઈટલ્સનાં વિજેતા પણ ઘોષિત થયાં હતાં. ‘મિસિસ રીડર્સ ચૉઈસ’, ‘મિસિસ ફિટનેસ’, ‘મિસિસ ફોટોજેનિક’ અને ‘મિસિસ કન્જેનિયાલિટી’નાં મિની ટાઈટલ્સ જાય છે અનુક્રમે ફાલ્ગુની રાવલ, બિન્ની ઠક્કર, યેશા સોરઠિયા અને ખુશબુ માકડિયાને.

‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’ના વિજેતાને આ સ્પર્ધાના પ્રસ્તુતકર્તા અને પ્રાયોજક ‘ગેટઅવે ગોડેસ હોલિડેઝ ફોર વીમેન ફ્રોમ કોક્સ ઍન્ડ કિંગ્સ’ તરફથી ‘ગેટઅવે ગોડેસ હોલિડે પૅકેજ’ એનાયત થયું હતું, જ્યારે પ્રથમ રનર-અપ ટાઈટલના વિજેતાને ‘એયુ ફિન્જા’ તરફથી ગોલ્ડ જ્વેલરી અને સેકન્ડ રનર-અપના વિજેતાને ‘એલજી’નાં ગિફ્ટ વાઉચર્સ આપવામાં આવ્યાં હતાં.

બ્યુટી પાર્ટનર ‘એનરિક સલૂન્સ’ના વ્યાવસાયિકોએ કરેલા મેકઅપ અને હેરસ્ટાઈલને કારણે સ્પર્ધકોનું સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. એમનાં વસ્ત્રો વૉર્ડરૉબ પાર્ટનર ‘આસોપાલવે’ એમના માટે ખાસ બનાવ્યાં હતાં. સ્પર્ધાના સુંદર તાજ અભિષેક જ્વેલર્સ દ્વારા ડિઝાઈન કર્યા હતા.

DSC_4497આ જબરજસ્ત ઈવેન્ટ મનોરંજક કાર્યક્રમોથી ભરચક રહ્યો હતો અને અમદાવાદની હસ્તીઓની ઉપસ્થિતિને કારણે આ ઈવેન્ટ સ્પર્ધાનો મંચ ખરેખર બ્યુટી અને ફૅશનની દુનિયાનો મંચ બની રહ્યો હતો.

આ બ્યુટી અને ટેલેન્ટ સ્પર્ધાનું શૂટિંગ પણ થયું હતું અને બહુ ટૂંક સમયમાં સ્પર્ધાના બ્રોડકાસ્ટ પાર્ટનર ‘કલર્સ ગુજરાતી’ ચૅનલ પર એનું પ્રસારણ પણ થવાનું છે.

આ મેગા ઈવેન્ટમાં સાથ-સહકાર આપનારા અન્ય પ્રયોજકો હતા કો-સ્પૉન્સર ‘માઈક્રો ફાઈન આટાચક્કી‘, કૅટેગરી સ્પૉન્સર ‘કિવા ઍન્ડ ઉર્મિન’ અને રેડિયો પાર્ટનર ‘૯૩.૫ રેડ એફએમ’. (તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS