Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ–  ગુજરાતના જાણીતા ગઝલકાર સાહિત્યકાર ચિનુ મોદીનું નિધન તેમના નિવાસસ્થાને નિધન થયું છે.  તેમને બે દિવસ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેમને મીઠાખળીમાં આવેલ એચસીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે તેમની સ્થિતી ક્રિટિકલ હતી. પરિણામે ડૉકટરની ટીમે તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આજે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે લવાયા હતા. ચિનુ મોદીએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

તેમની તબિયત છેલ્લા છ મહિનાથી લથડી હતી, અને તેમણે વી એસ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. જો કે તેમની તબિયત વધારે બગડતાં રીકવરીના ચાન્સ ખુબ ઓછા હતા. ચિનુ મોદીએ રવિવારે રાત્રે તેમના ઘેર અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ પરિવારજનોએ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ સોમવારે

સવારે તેમના પાર્થિવ શરીરનું દાન કરાયું હતું.

 

ચિનુ મોદીની જીવન ઝરમર

ચિનુ મોદી ઉપનામ: ઇર્શાદ

– જન્મ તારીખઃ 30 સપ્ટેમ્બર, 1939

– જન્મ સ્થળઃ વિજાપુર, સાબરકાંઠા

– માતાનું નામ શશિકાન્તા, પિતાનું નામ ચંદુલાલ

– પત્ની- પ્રથમ લગ્ન 1958, બીજા લગ્ન 1977, ત્રણ સંતાનોના પિતા

– સાહિત્ય અકાદમી દ્વારા 2013માં એવૉર્ડ

– ચિનુ મોદી ગુજરાતી કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા

– ચિનુ મોદીએ પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં લીધું હતું

– તેમણે માધ્યમિક શિક્ષણ ધોળકાથી લીધુ

– 1954માં તેમણે મેટ્રિક કર્યું હતું, અને 1958માં ગુજરાતી વિષય સાથે BA કર્યું

– 1960માં LLB અને 1961માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી MA કર્યું

– 1968માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ(PHD)ની ઉપાધિ મેળવી

– તેઓએ કપડવંજ, તલોદ અને અમદાવાદની કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી

– 1975થી 1977માં ISROમાં સ્ક્રીપ્ટ રાઈટર

– ચિનુ મોદીએ આકાશવાણી અને ટીવી પર અનેક કાર્યકર્મો કર્યા

– ચિનુ મોદી તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના સર્જક રહ્યા

– વિદેશના પ્રવાસ કરીને કવિતા સર્જન માટેના વર્કશોપ કર્યા

– ચિનુ મોદીએ કુલ 52 પુસ્તકોનું સર્જન કર્યું છે

– વાતાયન, ઉર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ જેવી અનેક કવિતા સંગ્રહનું સર્જન કર્યું છે

– ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા અને અશ્વમેઘ જેવા નાટકોનું સર્જન

– ચિનુ મોદીએ નવલકથા, વાર્તાસંગ્રહ, ચરિત્ર પણ લખ્યા હતા. તેમણે અનુવાદ, સંપાદન અને વિવેચનની પણ કામગીરી કરી હતી

સરસ વાત કરવાનો મોકો મળ્યો, તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન, બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું, મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો, ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો.. ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ

તું કહે છે કે હવે હું જાઉં છું, હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો, જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે, એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું, ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે, છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS