Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

તિબેટ- ડોકલામ સરહદે ચાલી રહેલા ભારત-ચીન ગતિરોધ વચ્ચે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીની એક ટુકડીએ તિબેટના પઠાર વિસ્તારમાં સશસ્ત્ર શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનો ઉદ્દેશ્ય આર્મીની ક્વિક ડિલીવરી ક્ષમતાને વધારવાનો છે તેમ ચીની સેનાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મીડિયામાં જારી કરાયો યુદ્ધઅભ્યાસનો વીડિયો

આ યુદ્ધઅભ્યાસને લઈને ચીનના સેન્ટ્રલ ટેલીવિઝન ઉપર એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તોપ, હોવિત્ઝર ટેન્ક અને એન્ટી ગ્રેનેડ રડાર યુનિટ પણ દેખાડવામાં આવ્યું હતું. જ્યારે આ પહેલા ચીની સેના દ્વારા જારી કરાયેલા અન્ય એક વીડિયોમાં 96 યુદ્ધ ટેન્કનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ચીની મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તિબેટના પઠાર વિસ્તારમાં યુદ્ધઅભ્યાસ કરનારી આ સૈન્ય ટુકડી ફ્રન્ટલાઈન કોમ્બેટ મિશનમાં જવા માટે તૈયારી કરી રહી છે. જે ગત ઘણા સમયથી બ્રહ્મપુત્ર નદીના મધ્ય અને નીચેના વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યા છે. જેથી આ સૈનિકોની વધુ મદદ કરી શકાય.

ટાર્ગેટ ઉપર હુમલો કરવાનો અભ્યાસ

ચીની સેના દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં સેનાને એન્ટી ટેન્ક ગ્રેનેડ, હોવિત્ઝર તોપ અને અન્ય હથિયારોનો ઉપયોગ કરતી દર્શાવવામાં આવી છે. ઉપરાંત દુશ્મનોના વિમાનોને ઓળખી તેને ટાર્ગેટ કરી શકતી રડાર અને તોપ ચલાવવાથી લઈને ટાર્ગેટ ઉપર સફળતા પૂર્વક પ્રહાર કરવા સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS