Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બીજિંગ- ચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપાને મળેલી જવલંત જીતથી પીએમ મોદીનું કદ વધુ મજબૂત થયું છે અને 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીનું ફરીવાર પીએમ બનવું લગભગ નક્કી કહી શકાય. વધુમાં ચીની મીડિયાએ કહ્યું કે, ચૂંટણીમાં પીએમ મોદીની જીત ભારતની આર્થિક પ્રગતિ અને વિકાસ માટે ચોક્કસપણે સારા સમાચાર છે પરંતુ મોદીની જીતનો એવો પણ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે, બીજા દેશો માટે તેમની સાથે કોઈપણ પ્રકારના કરાર કરવા મુશ્કેલ થઈ જશે. જોકે ચીની મીડિયાએ આશા વ્યક્ત કરી છે કે, બંને દેશો વચ્ચેના પ્રવર્તમાન સરહદ વિવાદને ઉકેલવામાં મદદ મળી શકશે.

ઉત્તર પ્રદેશના વિજયનો ઉલ્લેખ

ચીની સરકાર દ્વારા ચલાવવામાં આવતા અંગ્રેજી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના તંત્રી લેખમાં પીએમ મોદીના નૈતૃત્વમાં ભાજપે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં મેળવેલા ભવ્ય વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીની અખબારના અહેવાલ પ્રમાણે, ભારતની સૌથી વધુ વસતિવાળા વિસ્તાર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભાજપને જનતાનું સારું સમર્થન મળ્યું છે. જેના કારણે વર્ષ 2019ની ચૂંટણીઓમાં પીએમ મોદી અને ભાજપના વિજયની આશા વધી છે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે, મોદીની અધ્યક્ષતામાં ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ ઉકેલી શકાશે.

શું છે ભારત-ચીન વચ્ચેનો સીમા વિવાદ?

વર્ષ 1914માં અંગ્રેજોના સમયમાં તિબેટની સાથે શિમલા કરાર કરવામાં આવ્યો હતો. આ કરારમાં મેકમોહન લાઈનને ભારત અને તિબેટ વચ્ચે સરહદ માનવામાં આવી હતી. પરંતુ ચીન સરકાર આ સરહદને માન્ય કરતી નથી. મહત્વનું છે કે, બંને દેશ વચ્ચે 4057 કિલોમીટર લાંબી લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) સાથે સંકળાયેલા વિવાદને ઉકેલવા 19 વખત ચર્ચા કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. અક્સાઈ ચીનને પણ ચીન પોતાનો વિસ્તાર ગણાવે છે જ્યારે ભારત કહે છે કે, ચીને 1962ના યુદ્ધમાં ભારતના વિસ્તાર પર કબજો કર્યો છે. આ વિસ્તાર પણ વિવાદિત છે. મહત્વનું છે કે, અરૂણાચણ પ્રદેશ ઉપર ચીન પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે.

મોદી માત્ર નારા લગાવનારા નહીં, કામ કરનારા નેતા છે

ચીની અખબારના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારતના સંબંધોમાં કડવાશ જોવા મળી છે. પરંતુ જેમ-જેમ સત્તા પર મોદીની પકડ મજબૂત થઈ છે, તેમ-તેમ રાજકીય પંડિતો પણ વિચારવા લાગ્યા છે કે, બંને દેશો વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ કેવી રીતે બને? મોદીએ સાબિત કર્યું છે કે, તેઓ માત્ર સૂત્રોચ્ચાર કરનારા નેતા નહીં પરંતુ કામ કરનારા વ્યાક્તિ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતની ઈમેજ સુધારી

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઈમેજમાં સુધાર કર્યો છે. પીએમ મોદી અન્ય રાષ્ટ્રો સાથેના વિવાદો અંગે પણ સ્પષ્ટ અભિપ્રાય આપે છે અને દેશ હિતને કેન્દ્ર સ્થાને રાખે છે. એક તરફ રશિયા અને ચીન સાથે સંબંધ સુધારવા માટે ‘શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન’નું સભ્યપદ મેળવવા માટે અરજી કરી. તો બીજી તરફ અમેરિકા અને જાપાન સાથે સંરક્ષણક્ષેત્રે પણ સંબંધો મજબૂત કર્યાં. ઉપરાંત સાઉથ ચાઈના સી મુદ્દે પણ એશિયા-પેસિફિકમાં અમેરિકાની વ્યૂહરચનાનું સમર્થન કર્યું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS