Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- નોર્થ કોરિયા મામલે ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે. ચીની મીડિયાએ કહ્યું છે કે, અમેરિકા નોર્થ કોરિયા સામે યુદ્ધ જીતવાનું સપનું જોવાનું બંધ કરે. અમેરિકા માટે નોર્થ કોરિયાને પરાજીત કરવું મુશ્કેલ કામ છે.

ચીનના સરકારી અખબાર ગ્લેબલ ટાઈમ્સના સંપાદકીય લેખમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાને તબાહ કરવાની ધમકી આપી છે, ત્યારબાદ નોર્થ કોરિયાએ પણ ગુઆન સ્થિત સૈન્ય ઠેકાણાં ઉપર મિસાઈલ એટેક કરવાની ડેડ લાઈન જાહેર કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, નોર્થ કોરિયા ઓગસ્ટના મધ્યભાગ સુધીમાં ગુઆન ઉપર હુમલો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કોરિયાઈ ટાપુ ઉપર અમેરિકાના ફાઈટર જેટ B-1B ઉડતા જોવા મળ્યાં હતાં. આ વિમાનોએ ગુઆન સ્થિત એન્ડર્સન એરફોર્સ એરબેઝથી ટેકઓફ કર્યું હતું.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે, જ્યારે વર્ષ 2006માં ઉત્તર કોરિયાએ પ્રથમવાર પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારથી જ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ઉત્તર કોરિયા અમેરિકાની દરેક ધમકીનો પલટવાર કરતું રહ્યું છે. એટલું જ નહીં, આ દિવસો દરમિયાન ઉત્તર કોરિયાએ આધુનિક મિસાઈલ અને પરમાણુ ટેકનોલાજી પણ વિકસાવી લીધી છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ઉત્તર કોરિયાની તરફેણ કરતા જણાવ્યું કે, અમેરિકાએ ઉત્તર કોરિયાને હળવાશથી લેવાની ભૂલ કરવી જોઈએ નહીં.  હવે ઉત્તર કોરિયા પરમાણુ સક્ષમ દેશ છે. જો આજની સ્થિતિમાં યુદ્ધ થાય તો અમેરિકાએ તેની કીમત ચુકવવી પડશે.

આ પહેલા અમેરિકાએ ઉત્તર કોરિયાને વૈશ્વિક મંચ પર એકલું પાડવા અને પોતાના પક્ષમાં વિશ્વનું સમર્થન મેળવવા પુરતા પ્રયાસો કર્યા છે.  અમેરિકાએ ઉત્તર કોરિયાની દરિયાઈ સરહદ પાસે જંગી યુદ્ધ જહાજો પણ મોકલ્યા હતા. જોકે ઉત્તર કોરિયા પર તેની કોઈ જ અસર જણાઈ નહીં. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની તમામ ચેતવણીને અવગણીને ઉત્તર કોરિયા સતત પરમાણુ પરીક્ષણ અને મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS