Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ચીનના સૌથી ધનિક વ્યક્તિ અને વાંડા ગ્રુપના પ્રમુખ વાંગ જિઆનલીને ગત 14-15 મેના રોજ બિજિંગમાં આયોજીત OBOR વન બેલ્ટ વન રોડની પ્રથમ સમિટ દરમિયાન ભારતના વખાણ કર્યા હતાં. સાથે ભારત માટે વાંડા ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓથી પણ લોકોને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વાંડા ગ્રુપના પ્રમુખ અને ચીનના સૌથી ધનિક વ્યક્તિએ એવા સમયે ભારતના વખાણ કર્યા છે, જ્યારે OBORમાં સામેલ થવાનો ભારતે ઈન્કાર કર્યો છે.

આપને જણાવી દઈએ કે, OBOR એ ચીનના રાષ્ટ્રપતિનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે અંતર્ગત ચીન PoKમાંથી ‘ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર’ CPECનું નિર્માણ કરશે. જેથી ભારતે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા OBORમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. આ સમિટમાં વિશ્વના 29 દેશોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 130 દેશોના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં જોડાયા હતા. રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ પણ આ સમિટમાં હાજર રહ્યા હતા. અને ભારતની ગેરહાજરીમાં ચીનના વાંડા ગ્રુપના ધનિક વ્યક્તિએ ભારતના વખાણ કર્યા જેને ઘણા મહત્વના માનવમાં આવી રહ્યાં છે.

વાંડા ગ્રુપ છે ચીનનું સૌથી ધનિક ગ્રુપ

વાંગ જિઆનલી ચીનના પ્રભાવશાળી અને દિગ્ગજ કારોબારી છે. ચીનના સૌથી ધનિક વાંડા ગ્રુપનું રિયલ એસ્ટેટ, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું મોટું રોકાણ છે. આપને જણાવી દઈએ કે, OBOR સમિટમાં અમેરિકા, જાપાન ને દક્ષિણ કોરિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જ્યારે ભારતે આ સમિટનો બહિષ્કાર કર્યો હતો. જેના પર કોમેન્ટ કરતા કેટલાક ચીની ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે, OBORમાં ભાગ નહીં લેવાને કારણે વિશ્વ સમુદાયમાં ભારત એકલુ પડી જશે. જોકે ભારતનું માનવું છે કે, કંઈ પણ થાય પરંતુ ચીની પ્રોજેક્ટને ભારતમાં પ્રોત્સાહન આપવામાં નહીં આવે. આ અંગે ચીની અખબારે જણાવ્યું કે, ભારત કોઈ પણ સમયે OBOR પ્રોજેક્ટમાં સામેલ થઈ શકે છે. ભારત માટે આ પ્રોજેક્ટમાં સામેલ થવા ચીનના દરવાજા હમેશા ખુલ્લા રહેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS