Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજિંગ– આજે જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી સાબરમતીમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પરિયોજનાનું ખાતમુહૂર્ત કરી રહ્યાં છે ત્યારે વિશ્વભરમાં આ ઘટના અંગે માહિતી ફેલાઇ છે. તેમાં ચીન દ્વારા પણ હકારાત્મક ઇશારો સામે આવ્યો છે. ચીને પણ ભારતમાં થનારી હાઇસ્પીડ રેલવે પરિયોજનાઓ સંદર્ભે પોતાની દરખાસ્તો નવેસરથી મોકલવા રસ દાખવ્યો છે.

ભારતે પહેલાં જ આ પ્રકારની યોજનાઓ માટે જાપાનને ભાગીદાર બનાવ્યું છે. મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેનમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ થવા અંગે ચીનના વિદેશ મંત્રાલય પ્રવક્તા શુંઆંગ સે ને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે ચીનની આસપાસના દેશોમાં હાઇસ્પીડ રેલવે જેવી બુનિયાદી સુવિધાઓ હોય તે જોવાની ખુશી છે. અમે પણ ક્ષેત્રીય સહયોગ માટે ભારત અને અન્ય ક્ષેત્રના અન્ય દેશો સાથે સહયોગ વધારવા ઉત્સુક છીએ.

રેલવે સહયોગના મુદ્દે જણાવાયું કે ભારત અને ચીન વચ્ચે વ્યવહારિક સહયોગ વિશે સહમતિ બનેલી છે અને બંને દેશોના અધિકારીઓની વચ્ચે વાતચીત થઇ રહી છે. હાલમાં ચાલી રહેલ પરિયોજનાઓમાં રેલવેની ગતિ વધારવાનું કામ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે રેલવે પરિયોજનાઓમાં અનેક સમજૂતી થઇ છે અને ભારતીય રેલવે એન્જિનિયરોને ચીનમાં તાલીમ આપવામાં આવી રહી છે. ચીન રેલવે યુનિવર્સિટી સ્થાપિત કરવામાં પણ અને મદદ કરી રહ્યાં છીએ. તેમ જ કેટલાક રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવાનું કામ પણ શરુ થયું છે. ચીનમાં દુનિયાનું સૌથી લાંબુ શીઘ્રગતિ રેલ નેટવર્ક છે.

ઉલ્લેખનીય છે કે ચીન પોતાની હાઇસ્પીડ રેલ ટેકનોલોજીનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરે છે અને ભારતમાં પહેલો સોદો કરવાની દોડમાં શામેલ પણ હતો. ચીની તજજ્ઞોએ હિલ્હી-ચૈન્નઇ રુટ માટે વ્યાવહારિક અધ્યયન પણ કર્યું હતું. એવામાં ચીને હવે જ્યારે જાપાન-ભારત બુલેટ ટ્રેન પરિયોજનાની શરુઆત કરી રહ્યાં છે તેવા સમયે ફરી રસ દાખવ્યો છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS