Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- સતત વધી રહેલા વાયુ પ્રદુષણ ઉપર અંકુશ મેળવવા વિશ્વના સૌથી મોટા ઓટો મોબાઈલ માર્કેટ ચીનમાં પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

ચીનમાં વાહન નિર્માતા કંપનીઓને ડેડ લાઈન આપી દેવામાં આવી છે કે, તેઓ હવેથી પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનું વેચાણ બંધ કરે જેથી ઈલેકટ્રોનિક વાહનો વિકસિત કરવામાં વધુ ઝડપથી કાર્ય કરી શકાય.

ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વાઈસ મિનિસ્ટર શિન ગુઓબિને જણાવ્યું કે, પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનું ઉત્પાદન અને વેંચાણ પર રોક લગાવવા માટે એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. જેને લઈને સરકાર અન્ય ઉત્પાદકો સાથે મળીને વાતચીત કરી રહી છે.

વધુમાં શિન ગુઓબિને કહ્યું કે, આ પ્રકારના પગલાથી ચીનના પર્યાવરણ અને ઓટો ઈન્ડસ્ટ્રી ઉપર ઘણી મોટી સકારાત્મક અસર જોવા મળશે. પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ વિદેશી કંપનીઓ પણ ચીનમાં ઈલેકટ્રોનિક્સ વાહનોના વેંચાણમાં વધુ રુચિ લેશે તેમ શિન ગુઓબિને જણાવ્યું  હતું.

જોકે પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા માટે કાયદાઓ વધુ સખત બનાવવા પડશે અને તેનું પાલન પણ કરાવવું પડશે તેમ શિને જણાવ્યું છે. ઉપરાંત ઈલેકટ્રોનિક્સ વાહનોનું નિર્માણ કરનારી કંપનીઓને સબસિડી પણ આપવામાં આવશે. જેથી તેમને પ્રોત્સાહન મળી શકે અને આ દિશામાં વધુ ઝડપથી કાર્ય કરી શકાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS