Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજિંગ- ચીને સાઉથ ચાઇના સીના વિવાદિત આઇલેન્ડ પર રોકેટ લોન્ચર્સ તહેનાત કર્યાં છે. આ પગલું તેણે વિયેટનામના મિલિટ્રી કોમ્બેટ ડાયવર્સને પાછળ હટાવવા માટે ઉઠાવ્યું છે. આ ખુલાસો બિજીંગના સરકારી મીડિયાએ કર્યો છે. સાઉથ ચાઇના સીમાં ચીનના આક્રમક વલણનો અમેરિકા ઉપરાંત ભારત પણ વિરોધ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાંથી વિસ્તારમાં તણાવ વધી શકે છે.

ચીને સાઉથ ચાઈના સીમાએ પોતાનું પ્રભુત્વ વધારવા નોરનકો CS/AR-1 55 mm એન્ટિ ફ્રોગમેન રોકેટ લોન્ચર્સ ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે. ચીને આ પગલું દુશ્મનના કોમ્બેટ ડાયવર્સ પર હુમલો કરવા અને પોતાની ક્ષમતા વધારવા માટે ઉઠાવ્યું હોવાનું કહેવામાં આવે છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર સાઉથ ચાઈના સીમાં હથિયાર ગોઠવવાનું કામ વર્ષ 2014માં ચીને શરૂ કરેલી ડિફેન્સ એક્ટિવિટીનો જ એક ભાગ છે.

જોકે, ચીનનું કહેવું છે કે, સાઉથ ચાઇના સીના આઇલેન્ડ પર તે મિલિટ્રી કન્સ્ટ્રક્શન એટલું જ કરશે જેટલું તેના ડિફેન્સ માટે જરૂરી હશે અને આવું તે પોતાની ટેરેટરીમાં જ કરશે. મહત્વનું છે કે, ફિયરી ક્રોસ રીફ પર ચીનનો કન્ટ્રોલ છે. જોકે, ફિલીપાઈન્સ, વિયતનામ અને તાઇવાન પણ ફિયરી ક્રોસ રીફ પર પોતાનો દાવો કરતા આવ્યા છે.

અમેરિકાએ સાઉથ ચાઇના સીમા મિલિટરી તહેનાત કરવાને લઈને ચીનની ટીકા કરી છે. અમેરિકાએ આ ક્ષેત્રમાં નેવિગેશનની આઝાદી પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે, બાકીના દેશોને પણ સાઉથ ચાઇના સીમા એર અને નેવલ પેટ્રોલિંગ કરવાનો પૂરો હક છે.

ઉલ્લેખનીય છે કે, ચીને ફેયરી ક્રોસ રીફ પર મોટાપાયે લેન્ડ રીક્લેમેશનનું કામ કર્યું છે. ચીને ત્યાં એક એરપોર્ટ બિલ્ડિંગ પણ બનાવ્યું છે. જે સાઉથ ચાઇના સીમા ચીન તરફથી તૈયાર અનેક ફીચર્સ પૈકીનું એક છે. આ ઉપરાંત સાઉથ ચાઇના સીમાંથી દર વર્ષે 5 લાખ કરોડ યૂએસ ડોલરથી વધુનો ટ્રેડ પણ કરવામાં આવે છે.

સાઉથ ચાઇના સીનો લગભગ 35 લાખ સ્ક્વેર કિમીનો વિસ્તાર વિવાદિત છે. જેના પર ચીન, ફિલીપાઈન્સ, વિયતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇ પોતાનો દાવો કરતા રહ્યા છે. અહીં તેલ અને કુદરતી ગેસના મોટા ભંડાર આવેલા છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 213 અબજ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યૂબિક ફીટ નેચરલ ગેસનો ભંડાર આવેલો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS