Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જૂનાગઢ- એશિયાટિક સિંહોનું ઘર એટલે ગીર સૅંક્ચ્યૂઅરી હાલમાં સિંહો તેમજ દીપડાના અભ્યાસ અર્થે ગીર સૅંક્ચ્યૂઅરીમાં ફોટોગ્રાફી માટે કેમેરા મુકવામાં આવ્યાં છે. અને આ કેમેરાના આધારે વન વિભાગે અભ્યાસ શરૂ કર્યો છે.

સાસણ ગીર સૅંક્ચ્યૂઅરીમાં 36થી વધુ કેમેરા મુકવામાં આવ્યાં છે. આ કેમેરા અત્યાધુનિક છે, અને દિવસ રાત દરમિયાન પ્રાણીઓની તસવીરો લેવા સક્ષમ છે. કોઈ પણ વન્ય પ્રાણી કેમેરા પાસેથી પસાર થશે તો ઓટોમેટીક ફોટો પડી જશે.

સૌ પ્રથમ ગીર સૅંક્ચ્યૂઅરીમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, ત્યાર બાદ અન્ય જિલ્લામાં આવેલા

OLYMPUS DIGITAL CAMERA

અભ્યારણ્યમાં પણ વન્ય પ્રાણીઓના અભ્યાસ અર્થે કેમેરા મુકવામાં આવશે. હાલ ગીર સૅંક્ચ્યૂઅરીમાં સિંહ તેમજ દીપડા સહીતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ત્યારે 2 કી.મી.ના વિસ્તારમાં કેમેરા મુકવામાં આવ્યાં છે અને પ્રાણીઓની દૈનિક ક્રિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટ વન વિભાગ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. પ્રથમ વખત આ રીતે ડિજિટલ કેમેરા જમીન ઉપર મૂકીને વન્ય પ્રાણી ઉપર નજર રાખવામાં આવશે અને અધ્યન કરવામાં આવશે.

તસવીર અને અહેવાલ-  વિજય ત્રિવેદી

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS