Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પ્રોત્સાહક, કર રાહતો અને છુટછાટવાળુ આવશે, તેમજ વિદેશી રોકાણને આકર્ષતું આવશે, જે આશાવાદ પાછળ તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી નિકળી હતી. તેમજ નોટબંધી પછી બેંકોમાં લાખો કરોડો રૂપિયા જમા થયા છે. આથી બેંક સેકટરના શેરોમાં જોરદાર નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 240.45(0.90 ટકા) ઉછળી 27,140.41 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 92.05(1.11 ટકા) ઉછળી 8380.65 બંધ થયો હતો.

સતત ત્રીજા દિવસે ગ્લોબલ માર્કેટના ન્યૂઝ પોઝિટિવ હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ સતત ઊંચકાઈને 8 મહિનાની ઊંચી સપાટીએ હતા. જેની પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહેતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધુ વધ્યા હતા. જાણકારોના કહેવા પ્રમાણે આગામી બજેટ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા આવી રહ્યું છે, જેથી આ બજેટ કરરાહતોની સાથે અનેક છુટછાટોવાળુ આવશે. પાંચ રાજ્યોના મતદારોને આકર્ષવા માટે નવી યોજના અને ગરીબલક્ષી યોજના સાથે આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરના સ્પેન્ડિંગમાં પણ વધારો કરાશે. વ્યાજ દર ઘટાડવાની નીતિ રહેશે. આથી ઈકોનોમીને વધુ બળ મળશે. જે આશાવાદ પાછળ હાલ શેરોમાં નવી લેવાલી નિકળી છે. બેંક શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી.

અગ્રણી ટેકનિકલ એનાલીસ્ટોના મતે નિફટી 8350 ઉપર બંધ આવ્યો છે, જે પોઝિટિવ મુવ છે. જો નિફટી 8350 ઉપર ટકી જશે, તો આગામી બજેટ અગાઉ 8500 થયા તો નવાઈ નહી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS