Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- BSF જવાન તેજ બહાદુર યાદવનો એક વીડિયો કે જેમાં તેણે આપવામાં આવતા ખાવાની ગુણવત્તા બાબતે સવાલ ઉઠાવ્યા છે. આ વીડિયોના વાયરલ થયા બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. જોકે બીએસએફ દ્વારા પોતાના પ્રાથમિક અહેવાલમાં આ બધા જ આરોપોને એક ઝાટકે ફગાવી દેવામાં આવ્યા છે. અલબત્ત વીડિયો વાયરલ થવાથી સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહવિભાગની સૂચના પછી એક ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજીબાજુ વધુ એક ચોંકવાનારી બાબત સામે આવી છે. બીએસએફ કેમ્પની આસપાસના વિસ્તારોમાં રહેતા અમૂક લોકોનો દાવો છે કે કેટલાક અધિકારી ફ્યૂલ અને કરિયાણુ જેવી વસ્તુઓ માર્કેટ કરતા અડધી કિંમતે તેમને વેચે છે.

બીએસએફના જવાન તેજબહાદુરે પોતાના વીડિયોમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે દાવો કર્ય હતો કે સરકાર તો યોગ્ય માત્રામાં રેશનિંગની દરેક વસ્તુ મોકલે છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેને બારોબાર વેચી દે છે.

શ્રીનગર ખાતે આવેલ હુમહમા બીએસએફ હેડક્વાર્ટરની આસપાસ રહેવાવાળા કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે એરપોર્ટ પાસે આવેલ બજારના ઘણા વેપારીઓ સેનાના અધિકારીઓ દ્વારા વેચવામાં આવતા આવા માલના ગ્રાહક છે. તેમજ એક અન્ય જવાને પણ આવા જ આરોપ લગાડ્યા છે. આ કામ માટે કેટલાક એજન્ટો સક્રિય છે જે સેનાના રેશનિંગ માલને બજાર સુધી પહોંચાડે છે.

આ જ વિસ્તારના એક દુકાનદારે જણાવ્યું કે, ‘હુમહમા કેમ્પના કેટલાક અધિકારીઓ દ્વારા ડિજલ-પેટ્રોલ તથા અન્ય કરિયાણુ ચોખા, મસાલા, દાળ તથા દૈનિક જરૂરીયાતની વસ્તુઓ બજાર કરતા અડધા ભાવે અમને મળી જાય છે. જેથી અમને પણ કેટલાક અંશે ફાયદો થાય છે.’

આ ઉપરાંત બીજો પણ એક નવો ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ સ્થાનિક ફર્નિચર ડિલરોએ જણાવ્યું કે, ‘ઓફિસ અને બાકી સરકારી જરૂરતો માટે ફર્નિચર ખરીદવા આવતા અધિકારીઓ અમારી પાસેથી મોટા કમિશનની માગણી કરે છે.’ મહત્વપૂર્ણ બાબત છે કે બીએસએફમાં કોઈ ઈ-ટેંડરિંગ વ્યવસ્થા નથી. તેમજ આ હાલ ફક્ત બીએસએફના જ નહીં પરંતુ સીઆરપીએફના પણ આવા જ હાલ હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બીજીબાજુ જવાનો દ્વારા એવા પણ નિવેદન સામે આવ્યા છે કે બીએસએફ હોય કે સીઆરપીએફ જવાનોને યોગ્ય સુવિધા મળી રહી છે. તેમજ આહારની ક્વોલિટી પણ સારી કક્ષાની હોય છે. આ જવાનોનું કહેવું છે કે ખોરાકનું મેન્યુ ઈંડિયન આર્મીના ડાયટ ચાર્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. જેમાં એ બાબતનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે કે જવાનને તેની કામગીરી મુજબની જરૂરી કેલેરી મળી રહે. મેન્યુ ભલે સાધારણ હોય પરંતુ ખોરાકની ક્વોલિટી સારી હોય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS