Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- ભાજપે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધુ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બુધવારે પંજાબ અને ગોવાની વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે રાતે બેઠક યોજી હતી. ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી. કેન્દ્રીયપ્રધાન જે.પી.નડ્ડાએ ગોવા અને પંજાબ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પંજાબ માટે પહેલી યાદીમાં 17 અને ગોવા માટે 29 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. ભાજપે આ સાથે પંજાબની અમૃતસર લોકસભા બેઠક માટેની પેટાચૂંટણીના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી. આ બેઠક પરથી ભાજપ તરફથી રાજેન્દ્ર મોહન ચીના ચૂંટણી લડશે. કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામાથી આ બેઠક ખાલી થઈ હતી.

પંજાબમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પહેલી યાદીમાં 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં. ભાજપ રાજ્યમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય બેઠકો પરથી સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. ગોવા અને પંજાબમાં આગમી ચાર ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે.

ઉમેદવારોના નામને લઈને દુવિધામાં ભાજપ

સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબ માટે જાહેર થયેલા 17 નામો પૈકી 6 વર્તમાન ધારાસભ્યો છે. બે ઉમેદવારો 75 વર્ષથી ઉપર છે. પક્ષ તેમને ટિકિટ આપવાના મૂડમાં નથી. રાજેન્દ્ર કાલિયા અને અનિલ જોશી પાર્ટીના વરિષ્ઠ એમએલએ છે અને તેમની ટિકિટોને લઈને નિર્ણય હજુ બાકી છે. પાર્ટી આ નામોને લઈને ખરેખર દુવિધામાં ફસાઈ છે.

ગોવા માટે પણ યાદી જાહેર

40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડશે અને કેટલીક બેઠકો સહયોગીઓ માટે બાકી રાખશે. પહેલી યાદીમાં ભાજપે 29 નામોની જાહેરાત કરી છે.

ગોવામાં ભાજપ મુખ્યપ્રધાન લક્ષ્મીકાંત પારસેકરને ફરી રિપિટ કરવા માગતું હોય તેવુ લાગતું નથી. નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરતા સમયે તે વખતે આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી પરંતુ કહ્યું કે પક્ષનું સંસદીય બોર્ડ આ અંગે ફેંસલો કરશે. તો પંજાબમાં મુખ્યપ્રધાન રિપિટ થઈ શકે છે કે હાલના સીએમ પ્રકાશસિંહ બાદલે લાંબી વિધાનસભા બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે.

ભાજપ પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા આગામી 15 જાન્યુઆરીના રોજ બેઠક કરી શકે છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ એવા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં ચાર ફેબ્રુઆરીથી લઈને 8મી માર્ચ સુધી વિધાનસભા ચૂંટણી યોજનારી છે. આ તમામ રાજ્યોમાં મતગણતરી એક સાથે 11મી માર્ચના રોજ હાથ ધરાશે.

ભાજપ ઉમેદવારોની યાદી-


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS