Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પટણા- રેલવે ટેન્ડર કૌભાંડ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 પ્રધાનો પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે તેમ પાર્ટીનું કહેવું છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલુ પરિવાર પર સીબીઆઈના દરોડા પછી રાજ્યની ગઠબંધનની સરકાર વિશે ઘણાં સવાલો ઊભા થયા છે. આ દરમિયાન આરજેડી ધારાસભ્યો પણ સમાધાનનો રસ્તો કાઢવા પ્રયાસ કરી રહ્યા છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના જણાવ્યા પ્રમાણે તેજસ્વી યાદવ પાર્ટીનો મુખ્ય ચહેરો છે. તેથી દરેક ધારાસભ્ય તેની સાથે મજબૂતીથી ઊભા છે.

આરજેડી સૂત્રોનું કહેવું છે કે, આ એક્શનથી રાજ્યમાં મહાગઠબંધન ઉપર કોઈ અસર નહીં થાય અને ભાજપના નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવાના સપનાઓ સફળ થશે નહીં. જોકે આવું પ્રથમ વખત નથી થઈ રહ્યું. બીજેપીથી અલગ થયા પછી 2014માં બિહાર વિધાનસભામાં જ્યારે નીતિશ કુમારને ધારાસભ્યોની જરુર હતી ત્યારે આરજેડી ધારાસભ્યોએ જ સાથ આપ્યો હતો. જોકે તે સમયે જેડીયુ તરફથી આરજેડીના ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ થવાનો મોકો મળ્યો હતો. આગામી 27 ઓગસ્ટે આરજેડીએ મહારેલી રાખી છે. આ મહારેલીમાં તેજસ્વી જનતા વચ્ચે તેમનો પક્ષ મુકશે. અને પોતાની નિર્દોષતા સાબિત કરવા પ્રયાસ કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS