Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – પોતાની રીયલ લાઈફની પુત્રી ત્રિશાલાનાં આજે જન્મદિવસે બોલીવૂડ એક્ટર સંજય દત્તે એમની નવી ફિલ્મ ‘ભૂમિ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે.

‘ભૂમિ’ ફિલ્મની વાર્તા પિતા-પુત્રીનાં લાગણીભર્યાં સંબંધ પર આધારિત છે.

આવતી 22 સપ્ટેંબરે રિલીઝ થનારી ‘ભૂમિ’માં સંજય દત્ત ઉપરાંત અદિતી રાવ હૈદરી, સિદ્ધાંત ગુપ્તા મુખ્ય ભૂમિકાઓમાં છે. અદિતીએ સંજયની પુત્રીનો રોલ કર્યો છે.

જેલની સજા પૂરી કરીને સંજય દત્ત મુક્ત થયા છે ત્યારપછી એમની આ પહેલી ફિલ્મ છે. એની આ કમબેક ફિલ્મના દિગ્દર્શક ઓમંગ કુમાર છે. નિર્માતા ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, સંદીપ સિંહ છે.

ફિલ્મનું ટ્રેલરમાં સરસ રીતે એડિટીંગ કરવામાં આવ્યું છે.

મીડિયાકર્મીઓ સમક્ષ ટ્રેલરને લોન્ચ કરાયું તે પ્રસંગે સંજય ઉપરાંત એમની પત્ની માન્યતા દત્ત અને બહેન પ્રિયા દત્ત પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંજયને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ટ્રેલર લોન્ચ માટે આજનો દિવસ પસંદ કર્યો છે તો શું તમારી પુત્રીનો આજે જન્મદિવસ છે? ત્યારે સંજયે કહ્યું, હા, આજે એનો જન્મદિવસ છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે ત્રિશાલાએ પિતા સંજય માટે એક વોઈસ નોટ મોકલી હતી. એ નોંધમાં ત્રિશાલાએ પિતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું કે ‘મને બહુ જ આનંદ થયો છે કે તમે મારાં જન્મદિવસે આ ટ્રેલર લોન્ચ કર્યું છે. પાપા, તમે હંમેશાં મારા માટે સ્પેશિયલ રહેશો. થેંક્યૂ સો મચ.’

સંજય દત્ત પણ પુત્રી ત્રિશાલાનાં મેસેજથી લાગણીવશ થઈ ગયા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS