Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વૉશિંગ્ટન- અમેરિકાના નિવૃત થઈ રહેલા પ્રમુખ બરાક ઓબામા પ્રમુખ માટે ખાસ બનાવાયેલ એરફોર્સ વન પ્લેનનો છેલ્લો પ્રવાસ પોતાના વતન શિકાગો જવા માટે કરશે. ઓબામા પોતાના સફળ કાર્યકાળના સમાપન પ્રસંગે અહીં ખાસ ભાષણ કરશે. આ જાણકારી અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ આપી છે.

અમેરિકાના 44માં પ્રમુખ તરીકે શહેરની બહાર આ તેમનો છેલ્લો પ્રવાસ હશે. કેમ કે, આગામી 20 જાન્યુઆરીએ નવા પ્રમખ તરીકે ડૉનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે.

ઉલ્લેખનીય છે કે ઓબામા તેમની નાની પૂત્રીનો અભ્યાસ પૂર્ણ થવા સુધી એટલે કે આગામી 2 વર્ષ માટે વૉશિંગ્ટન ડીસી ખાતે જ વસવાટ કરશે. આ માટે તેમણે એક ઘર પણ ભાડેથી લીધું છે. મહત્વપૂર્ણ બાબત છે કે અમેરિકામાં કોઈપણ પૂર્વ રાષ્ટ્રપ્રમુખને સરકારી સુવિધાયુક્ત આવાસ આપવામાં આવતું નથી. જ્યારે ભારતમાં દરેક પૂર્વ રાષ્ટ્રપતિને સરકારી આવાસ આપવામાં આવે છે. અલબત્ત ઓબામા પરીવારને સિક્રેટ સર્વિસની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોશ અર્નેસ્ટે આ અંગે પુષ્ટી કરતા જણાવ્યું કે, ઓબામા માટે શિકાગોનો પ્રવાસ અમેરિકાના પ્રમુખ તરીકેનો છેલ્લો પ્રવાસ હશે. જોકે એમેરિકામાં એવી પરંપરા છે કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નવા પ્રમુખને પદભાર સોંપ્યા બાદ એરફોર્સ વનમાં વિદેશનો એક અંતિમ પ્રવાસ કરે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS