Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિન્હા સહિત બોલીવૂડનાં ઘણાં કલાકારો અને હસ્તીઓએ હોળી-ધૂળેટી નિમિત્તે એમનાં ચાહકોને તહેવારની શુભેચ્છા આપી છે અને સાથોસાથ આ રંગોનો ઉત્સવ સુરક્ષિત રીતે ઉજવવાની અપીલ પણ કરી છે.

કેટલાક કલાકારોએ એમનાં ચાહકોને એવી વિનંતી પણ કરી છે કે તેઓ પ્રાણીઓ પર હોળીનાં રંગો ન ફેંકે.

કલાકારોએ ટ્વિટર મારફત એમનાં ચાહકોને આવી અપીલ કરી છે અને શુભેચ્છા આપી છે.

કયા કલાકારે શું કહ્યું એ નીચે વાંચોઃ

અમિતાભ બચ્ચનઃ જેટલા વધારે શાંત રહેશો એટલું વધારે સાંભળી શકશો… હેપ્પી હોલી.

અનુપમ ખેરઃ સર્વેને હેપ્પી હોળી… દૂર લોસ એન્જેલીસમાં પણ હોળીની ઉજવણી થઈ રહી છે.

પ્રિયંકા ચોપરાઃ મારી એક વાત માનજો.. હોળી રમજો, પણ સુરક્ષિત અને સુંદર રીતે રમજો.

સલીમ ખાનઃ સફળતા જેવો આનંદ બીજો કોઈ નહીં. નિષ્ફળતા પાછળ અનેક કારણો હોઈ શકે, પણ કોઈ બહાનું ચાલી ન શકે. સર્વેને હેપ્પી હોલી.

અજય દેવગનઃ તમામને રંગબેરંગી હોળીની શુભેચ્છા.

મનોજ બાજપેયીઃ તમામને હેપ્પી હોલી.

અનુષ્કા શર્માઃ શશી વોઝ ધેર જબ ઉસપે રંગ ડાલા ગયા. જાનવરોં કો રંગ પસંદ નહીં. ઈન્સાન સિર્ફ ઈન્સાનોં કે સાથ હોલી ખેંલે, પ્લીઝ.

જુહી ચાવલાઃ સૌને વેરી હેપ્પી હોલી. ભગવાન શ્રીકૃષ્ણનું 247 વર્ષ જૂનું એક ચિત્ર જોયું, જેમાં તેઓ રાધા સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે.

માધુરી દીક્ષિત-નેનેઃ જાપાનમાંથી મારાં તરફથી સૌને હેપ્પી હોલીની શુભેચ્છા.

સની લિઓનીઃ દરેકને હેપ્પી હોલી… સુરક્ષિત રહેજો અને પ્રાણીઓને ઈજા પહોંચાડશો નહીં.

મધુર ભંડારકરઃ ઈશ્વરને પ્રાર્થના કે એ આપણાં જીવનના કેન્વાસને આનંદરૂપી રંગોથી ચીતરે. સૌને હેપ્પી હોલી.

ઈશા ગુપ્તાઃ સૌને ખૂબ રંગીન અને સુરક્ષિત હોળીની શુભેચ્છા. હેપ્પી હોલી.

પ્રીતિ ઝીન્ટાઃ સૌને હોળીની શુભેચ્છા. રંગોનો ઉત્સવ આપ સૌનાં જીવનમાં આનંદ લાવે અને અંધકારને દૂર કરે.

રીતેશ દેશમુખઃ આનંદ વિવિધ રંગોમાં આવે.. હેપ્પી હોલી.

દિવ્યા દત્તાઃ વેરી હેપ્પી હોલી.

દિશા પટનીઃ હેપ્પી હોલી એવરીવન.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS