Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મેલબર્ન-ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટર્નબુલ ભારત મુલાકાતથી પરત ગયાં બાદ તેમણે એક નવો નિર્ણય લીધો છે. જેની અવળી અસર ભારતીયો પર થશે. ઓસ્ટ્રેલિયાએ વધી રહેલી બેરોજગારી સામે પગલાં લેતાં વિદેશી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં 457 વિઝા કાર્યક્રમને આજે સમાપ્ત કરી દીધો છે. હાલ આ વિઝા લગભગ 95,000થી વધુ અસ્થાયી વિદેશી નાગરિકો વાપરી રહ્યાં છે.

આ વિઝાનો ઉપયોગ કરનારા વિદેશીઓમાં મોટાભાગના ભારતીય છે. જે હેઠળ જે ક્ષેત્રોમાંકુશળ કર્મચારીઓની અછત હોય ત્યાં કંપનીઓ ચાર વર્ષ માટે અસ્થાયી વિદેશી કર્મચારી બોલાવી શકે છે. સૌથી વધુ આ વિઝા વાપરનારા ભારતીયો પછી બ્રિટન અને ચીનના નાગરિકો આવે છે.

હવે આ વિઝા પ્રોગ્રામ બંધ જાહેર કરતાં વડાપ્રધાન ટર્નબુલે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા વિદેશીઓને આવકારતો દેશ છે પરંતુ ઓસ્ટ્રેલિયન કામદારને પોતાના દેશમાં રોજગારીની પ્રાથમિકતા મળવી જોઇએ. એ હેતુથી અમે 457 વિઝા સમાપ્ત કરી રહ્યાં છીએ. ભવિષ્યમાં બીજો વિઝા કાર્યક્રમ લાવવાની હૈયાધારણ પણ ટર્નબુલે આપી હતી.

એક રીપોર્ટ પ્રમાણે 30 સપ્ટેમ્બરની સ્થિતિએ ઓસ્ટ્રેલિયામાં 95,757 કર્મચારી 457 વિઝા પ્રોગ્રામ હેઠળ કામ કરી રહ્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS