Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ઓડી કંપનીએ એના ‘ઓડી Q’ પરિવારમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સામેલ કર્યો છે અને એને એસયૂવી આઈકન ઓડી Q7 45 TDI કાર ગિફ્ટમાં આપી છે.

ઓડી ઈન્ડિયાના વડા રાહિલ અન્સારીએ કોહલીને સફેદ રંગની કારની ચાવી કોહલીને સુપરત કરી છે.

અન્સારીએ કહ્યું કે, ફિલ્ડ પર વિરાટનો પરફોર્મન્સ ઉમદા હોય છે એટલું જ નહીં, એનું સમગ્ર વ્યક્તિત્વ પણ જબરદસ્ત છે. ઓડી Q7ના જુસ્સાને અનુરૂપ વિરાટને અમે ઓડી Q પરિવારમાં સામેલ કરતા આનંદ અનુભવીએ છીએ.

કોહલીએ પણ કહ્યું કે, હું છેલ્લા કેટલાક વખતથી ઓડીનો ઘણો જ વફાદાર ગ્રાહક રહ્યો છું. આ બ્રાન્ડની કાર યુથફૂલ એનર્જી દર્શાવે છે. ઓડી Q7 ખરીદીને મને સંપૂર્ણ પેકેજ મળ્યાનો સંતોષ થયો હતો. આ કાર લાઈટવેઈટ, સ્પોર્ટી અને પાવરફુલ અને સાથોસાથ લક્ઝરીનો આનંદ આપનારી છે. આ કાર લોન્ચ કરાઈ હતી ત્યારથી મને એ ખરીદવાની ઈચ્છા હતી અને આજે મને એ ગિફ્ટમાં મળી છે અને મારા કાફલામાં સામેલ થઈ છે.

કોહલીએ આ નવી કાર સાથે દિલ્હીમાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી.

Q7 વિરાટ કોહલીની કંઈ પહેલી જ ઓડી કાર નથી. એની પાસે ઓડી R8 LMX લિમિટેડ એડિશન, ઓડી R8 V10, ઓડી A8L W12 ક્વાટ્રો, ઓડી S6 અને ઓડી Q7 4.2 TDi કાર પણ છે.

ઓડી Q7 કારની કિંમત આશરે રૂ. 75 લાખ છે. આ કારને કંપનીએ 2015ની 11 ડિસેંબરે ભારતની કાર માર્કેટમાં લોન્ચ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS