Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાલી વધુ એક વાર લોકોના રોષનો ભોગ બન્યા છે. તેમની ફિલ્મ ‘પદ્માવતી’ હાલ તો નિર્માણાધીન છે તેમ છતાં કોઈને કોઈ કારણોસર વિવાદોમાં આવતી રહી છે. પહેલા પદ્માવતીના જયપુરના સેટ પર તોડફોડ કરવામાં આવી હતી અને યુનિટના સભ્યો સાથે મારપીટ કરવામાં આવી હતી જ્યારે હવે કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ફિલ્મના કોલ્હાપુર સ્થિત સેટ પર આગ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો છે. નોંધનીય છે કે, રાજસ્થાનમાં કરણી સેના નામના એક સંગઠને તાજેતરમાં જ સંજય લીલા ભણશાલી સાથે મારપીટ કરી હતી. તેમને ફિલ્મની સ્ટોરી અને સીન્સ સામે વાંધો હતો અને તેમનું કહેવું હતું કે ફિલ્મ ડિરેક્ટર ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કરી રહ્યાં છે. આ સંગઠને આરોપ લગાવ્યા હતાં કે ફિલ્મમાં રાણી પદ્માવતીને સારી રીતે દર્શાવવામાં આવ્યાં નથી. જોકે, ભણશાલીએ આ દરેક આરોપોને નકાર્યા હતાં. સંજય લીલા ભણશાલી સાથે બનેલી મારપીટની ઘટના પછી ફિલ્મના શૂટિંગને રદ કરાયું હતું.

જયપુર બાદ હવે કોલ્હાપુરમાં ધમાલ

કોલ્હાપુરમાં ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ફિલ્મના સેટ પર આગ લગાવી હતી. આગથી ફિલ્મનો સેટ બળીને રાખ થઈ ગયો છે અને લાખો રુપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ ફિલ્મના સેટ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો અને આગ લગાડવામાં આવી હતી.

આ કંઈ પહેલો બનાવ નથી

સંજયલીલા ભણશાલી એક એવા ડિરેક્ટર છે જે તેમની ફિલ્મ રીલીઝ થયા પહેલાંથી જ વિવાદોમાં રહે છે. આ પહેલાં તેમની ફિલ્મ બ્લેક અને હમ દિલ દે ચૂકે સનમ પણ આ પ્રકારના કૃત્યનો ભોગ બની ચૂકી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS