Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ચીનના સૌથી મોટા અને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વન બેલ્ટ વન રોડ’ OBORને લઈને સમિટ ચાલી રહી છે, બીજી તરફ PoKમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર CPECના નિર્માણનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં દેખાવકારો CPECના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. જોકે ભારત દ્વારા OBOR સમિટમાં ભાગ નહીં લેવા અંગે ચીને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ સમિટમાં ભારત સામેલ ન થયું તેનો અફસોસ છે પરંતુ EPEC દ્વારા વિકાસ કાર્યો ચાલુ રહેશે.

CPEC પરાધીનતાનું પ્રતીક

PoKના ગિલગિટ, હુંજા, સ્કર્દૂ અને ગીજરમાં સ્થાનિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન અને અન્ય રાજકીય સંગઠનો દ્વારા CPECનો વિરોધ કરવા દેખાયો યોજવામાં આવ્યા હતા. પ્રદર્શનકર્તાઓએ CPEC પ્રોજેક્ટને ગિલગિટ પર ચીનના ગેરકાયદે કબજાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. વધુમાં દેખાવકારોએ જણાવ્યું કે, CPEC ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે ગુલામીનું પ્રતીક છે.

ભારત સામેલ નહીં થવાનો અફસોસ પણ પ્રોજેક્ટ ચાલુ રહેશે

ચીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભારતનું આ પ્રોજેક્ટમાં સામેલ ન થવું અફસોસજનક છે. પરંતુ ભારત દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવા છતાં અન્ય પાડોશી દેશોના સહકારથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર કોઈ વિપરીત અસર નહીં પડે. મહત્વનું છે કે, ભારત જણાવી ચુક્યું છે કે, તે એવા કોઈ પ્રોજેક્ટનો ભાગ નહીં બને જેનાથી દેશના સાર્વભૌમત્વ અંગે કોઈ સમજૂતી કરવી પડે. આપને જણાવી દઈએ કે, 14-15 મે દરમિયાન બિજીંગમાં BRI સમિટ ચાલી રહી છે. જેમાં પાકિસ્તાન સહિત 29 દેશો ભાગ લઈ રહ્યા છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાન પર કબજો કરવા પ્રયાસ

CPEC પ્રોજેક્ટ ચીનના ‘વન બેલ્ટ વન રોડ’ OBORનો જ એક ભાગ છે. ગિલગિટના લોકો OBORને ચીન દ્વારા તેમના પ્રદેશ પર કબજો કરવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. ‘ચીની સામ્રાજ્યવાદ બંધ થાય’ તેવા લખાણો સાથેના પોસ્ટર્સ સાથે પ્રદર્શનકર્તાઓએ વિશ્વ સમુદાયથી ગિલગિટમાં ચીનના અતિક્રમણને રોકવાની અપીલ કરી છે. વધુમાં પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે ગિલગિટ 1947થી જ વિવાદિત ક્ષેત્ર રહ્યું છે અને ચીન અહીં પાકિસ્તાનની મદદ કરીને ગેરકાયદે ઘૂસણખોરી કરી ગયું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS