Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-મહાત્મા મંદિરમાં યોજાયેલી 8મી વાઈબ્રન્ટ સમિટમાં મોસ્ટ અવેઇટેડ સેમિનાર બુધવારે યોજાયો. જેમાં ગેમ ચેન્જર ફોર ધી ઇન્ડિયન ઇકોનોમી શીર્ષક સાથે GST ની વિસ્તૃત છણાવટ થઈ. GSTને મોદી સરકારનો બોલ્ડ નિર્ણય ગણાવતાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આવા નિર્ણયો લેવા માટે તાકાત અને ટીકાઓનો સામનો કરવાની હિંમત જોઇએ. જો આ ન હોય તો માત્ર રૂટિન શાસન જ આપી શકાય.

૧૯૯૬થી ડબલ ટેક્સેસન ટ્રીટી પર ચર્ચા-વિચારણાઓ નહીં પણ નક્કર સંસદમાં જીએસટી એમેન્ડમેન્ટ પાસ કરાવાયું છે. અર્થતંત્રમાં સુધારો લાવવાની બાબતો અને નિર્ણયો એકમેક સાથે જોડાયેલા ગણાવી જેટલીએ આ ખૂબ જ અઘરો નિર્ણય કહ્યો હતો. સાથે જીએસટી સહિતના તમામ નિર્ણયોને સફળ બનાવવામાં દેશ-રાજ્યો, ઉદ્યોગગૃહો, વેપારીઓ, વપરાશકર્તાઓ અને નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી

જીએસટી બિલ લાગુ કરવાની જરૂરિયાત વિષે પણ રાજ્યના બંને સીએમે ભાર મૂક્યો હતો.તેઓએ જણાવ્યું દરેક રાજ્યો અલગ-અલગ ટેક્સ નીતિ અપનાવી સ્પર્ધાનો માહોલ ઉભો કરતા હતાં તેમાં એકંદરે રાજ્યની આવક ઘટતી હતી. આથી એવો નિર્ણય કરાયો કે, રાજ્ય સરકાર ટેક્સમાં ઘટાડો નહીં કરી શકે.દેશના દરેક રાજ્યના નાણાંપ્રધાન જીએસટી કાઉન્સિલના સભ્યો છે ત્યારે દરેક મંતવ્યો-સૂચનોને આવકારવામાં આવ્યાં છે. ગુજરાતના દરેક જિલ્લામાં GST બાબતે માર્ગદર્શન કેમ્પોનું આયોજન કરાયું છે.

કેન્દ્ર માટે સી.જી.એસ.ટી. અને આંતરરાજ્યોમાં વ્યવહારો માટે આઇ.જી.એસ.ટી. કાયદો બનશે જે અલગઅલગ નથી પણ જીએસટી માળખાનો  એક ભાગ છે તે સ્પષ્ટ કરાયું. નાણા મંત્રાલયના રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ ૧ એપ્રિલ, ર૦૧૭થી જીએસટી અમલી થઇ જવાની આશા વ્યક્ત કરી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ અને ઇન્ટરસ્ટેટ મૂવમેન્ટ વખતે લેવાનાર આઇજીએસટી અલગ-અલગ નથી. જીએસટીની આખરી ચુકવણી વખતે આઇજીએસટી પેટે ચુકવેલી રકમ ક્રેડિટ ગણાશે. આઇજીએસટી એ અલગ ટેક્ષ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જીએસટી એ ક્રાંતિકારી નિર્ણય છે જે કોમ્પ્યુટરાઇઝ્ડ નેટવર્કથી તમામ ઉત્પાદકો- વેચાણકર્તાઓ અને વપરાશકર્તાઓને સાંકળી લેશે. ઉત્પાદક અને વેચાણકર્તા જયારે કોઇ માલ વેચશે ત્યારે ઇન્વોઇસ બનશે જે ખરીદનાર માટે ઓટોમેટેડ જનરેટેડ ઇન્વોઇસ બની જશે. આ માટે ખરીદકર્તાએ અલગથી એન્ટ્રી પણ નહીં કરવી પડે. દર મહિનાની ૧૦મી તારીખે બધા સેલ્સ ઇન્વોઇસ જનરેટ થશે અને ખરીદનાર તેના ઓનલાઇન એકાઉન્ટમાં ખરીદીની વિગતો જોઇ શકશે. જો કોઇ ઇન્વોઇસ બાકી રહી ગયું હોય તો દર મહિનાની ૧૫મી તારીખ સુધીમાં ખરીદીની નોંધણી થઇ શકશે. તારીખ ર૦મી સુધીમાં ઓટોમેટિક જીએસટી રિટર્ન જનરેટ થઇ જશે અને ત્યારે આઇજીએસટી પેટે ભરેલી રકમ ક્રેડીટ કોમ્પ્લીમેન્ટ તરીકે બાદ મળશે. જીએસટી માટે ચેક, કેશ, આરટીજીએસ કે ડેબીટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકાશે.

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નૌશાદ ફોર્બ્સે GST સંદર્ભે જણાવ્યું કે, ટેક્સનું માળખું સરળ અને આર્થિક પાસાંને મજબૂત બનાવવા સાથે વિકાસ પ્રક્રિયાને વેગવાન અને અર્થપૂર્ણ બનાવશે. ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝયુમર કમિશનના ફોર્મર ચીફ પ્રોફેસર એલન ફેલ્સે ઓસ્ટ્રેલિયાની ટેક્સ નીતિની છણાવટ કરતાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં રાજ્યો કોઇ વધારાનો કર વસૂલતા નથી. પરંતુ તેમાં ખાદ્યસામગ્રી અને અન્ય નાનીનાની જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ રખાઇ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS