Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– એપલે મંગળવારે આઈફોન 8ને લોન્ચ કર્યો છે. 12 સપ્ટેમ્બરના રોજ ક્યૂપર્ટિનોમાં યોજાયેલ ઈવેન્ટમાં સૌથી વધુ ધ્યાન આઈફોન-8, આઈફોન-8 પ્લસ અને આઈફોન-એક્સ પર રહ્યું હતું. આ ઈવેન્ટ નવા સ્પેસશિપ કેમ્પસમાં બનેલ સ્ટીવ જોબ્સ ઓડિટોરિયમમાં આયોજન કરાયું હતું. ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે ઈવેન્ટ શરૂ થઈ હતી. જેમાં સૌથી પહેલા આઈફોન લોન્ચની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. ફોન લોન્ચિંગની પહેલા એપલ સ્ટોરને કેટલાક સમય માટે બંધ કરી દેવાયા છે. સ્ટોરની સાઈટ પર લખ્યું હતું કે ‘વી વીલ બી બેક’નો મેસેજ આવતો હતો. સાથે એમ પણ લખ્યું હતું અમે આપના માટે એપલ સ્ટોરને અપડેટ કરી રહ્યા છીએ.

  • કંપની પ્રમુખ ટિમ કૂકે પોતાના સંબોધનમાં કંપની સંસ્થાપક સ્ટીવ જોબ્સને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એવો કોઈપણ દિવસ પસાર નથી થયો કે ટિમ મને યાદ ન આવ્યા હોય
  • કંપનીના એક વાઈસ પ્રેસિડેન્ટે એપલના સ્ટોરીની જાણકારી આપી હતી.
  • સૌથી પહેલા એપલ વૉચ લોન્ચ કરાઈ હતી.
  • એપલના પ્રમુખ ટિમ કુકે કહ્યું હતું. એપલ વૉચ દુનિયાની નંબર વન ઘડિયાળ બની ગઈ છે. તેણે રોલેક્સ, ટૈગ અને કાર્ટિયર જેવી બ્રાન્ડને પાછળ છોડી દીધી છે.
  • એપલ આઈફોન-8ને રજૂ કરાયો
  • આઈફોન-8 સિલ્વર, સ્પેસ ગ્રે અને નવા ગોલ્ડ કલરમાં આવશે. 7000 સીરીઝ એલ્યુમિનિયમથી બનેલ છે આ ફોન
  • આઈફોન-8 અને આઈફોન પ્લસમાં થશે એ-11 બાયોનિક ચિપસેટનો ઉપયોગ
  • આઈફોન-8માં થશે 12 મેગાપિક્સલનો રિયર કેમેરો, ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશનથી ભરપુર હશે
  • આઈફોન-8 પ્લસમાં 12 મેગાપિક્સલના બે સેન્સર
  • આઈફોન-8 અને આઈફોન-8 પ્લસ વાયરલેસ ચાર્જિગને સપોર્ટ કરશે
  • આઈફોન-8 અને આઈફોન8 પ્લસ શરૂઆતમાં વેરિયંટ હવે 64 જીબી હશે
  • આઈફોન-8ની કીમત 699 ડૉલરથી શરૂ થશે. આઈફોન-8 પ્લસની કીમત 799 ડૉલરથી શરૂ થશે.
  • 10મી વર્ષગાંઠ નિમિત્તે આઈફોન એક્સ રજૂ કરાયો
  • આઈફોન એક્સમાં હશે સુપર રેટિના ડિસપ્લે, 2436 * 1125 પિક્સલ રિઝોલ્યુશન
  • આઈફોન એક્સમાં કોઈ હોમ બટન નહી, ફેસ આઈડી ફિચર પણ હશે
  • આઈફોન એક્સ અત્યાર સુધીનો બેસ્ટ આઈફોન છે, એમ ટિમ કુકે જણાવ્યું
  • ગ્લાસ ડિઝાઈન છે, 64 જીબી, 256 જીબી બે વેરિયન્ટમાં હશે આઈફોન એક્સ
  • આઈફોન એક્સની કીમત 999 ડૉલર

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS