Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– કુમાર મંગલમ બિરલાની માલિકીની દેશની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલરે વોડાફોન ઈન્ડિયા સાથે જોડાણની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે આ જોડાણની દરખાસ્ત પર મંજૂરી મળી ગઈ છે. હવે વોડાફોન ઈન્ડિયા અને તેની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસીઝ લિમીટેડ અને આદિત્ય બિરલા ગ્રુપની આઈડિયા સેલ્યુલરનું જોડાણ થઈ ગયું છે. અને નવી કંપની ભારતી એરટેલને પછાડવા માટે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

આજે થયેલી જાહેરાત મુજબ આઈડિયા અને વોડાફોનના જોડાણની પ્રક્રિયા આગામી વર્ષે પુરી થઈ જશે. નવી કંપનીમાં વોડાફોનની ભાગીદારી 45 ટકા જ્યારે આઈડિયાની ભાગીદારી 26 ટકા રહેશે. આગળના દિવસોમાં આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોનની ભાગીદારી સરખા ભાગે થઈ જશે.

આઈડિયાનું વેલ્યુએશન 72,200 કરોડ આંકવામાં આવ્યું છે. એબી ગ્રુપની પાસે 130 રૂપિયામાં પ્રતિ શેરના ભાવે નવી કંપનીને 9.5 ટકા શેર ખરીદવાનો અધિકાર રહેશે. આ જાહેરાતથી આઈડિયાના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. જીઓ આવ્યા પછી ટેલીકોમ સેકટરમાં હાહાકાર મચી ગયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS