Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી-  રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 61 વર્ષના હતા. તેઓ બુધવારે મોડી સાંજ સુધી કેટલાક મહત્વના વિષયો પર ચર્ચા કરવા પીએમ મોદી સાથે હતા. બાદમાં તેમની તબિયત ખરાબ થતાં તેમને એઇમ્સમાં દાખલ કરાયા હતા.

પીએમ મોદીએ પણ અનિલ માધવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને તેમના નિધનને પોતાની વ્યક્તિગત ક્ષતિ ગણાવી છે. અનિલ માધવ દવે મધ્યપ્રદેશના રાજ્યસભાના સદસ્ય હતા, ઉપરાંત RSS સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલા હતા.

પીએમ મોદીએ કહ્યું ‘આ મારી નિજી ક્ષતિ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અનિલ માધવ દવેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમે જણાવ્યું કે, ‘અનિલ માધવ મારા નજીકના મિત્ર અને ખૂબ આદરણીય વ્યક્તિ હતા.તેમના અચાનક નિધન પર હું શોકની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લોકહિતના કામ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. બુધવારે મોડીસાંજ સુધી તેઓ મારી સાથે હતા. અમે કેટલાક વિષયો પર ચર્ચા કરી હતી. તેમનું જવું મારા માટે અંગત ખોટ છે.’

પર્યાવરણ પ્રધાન તરીકે અનિલ માધવ દવેના કાર્યકાળને 1 વર્ષ પણ પુરું થયું નહતું. પર્યાવરણ પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય હતો. તેમણે પર્યાવરણ બચાવવાની જાગરુકતા લાવવા અનેક પુસ્તકો પણ લખ્યા છે.  નર્મદા નદી બચાવવા માટે અનિલ માધવે ખૂબ કામ કર્યું હતું. લોકસભા 2014ની ચૂંટણી પહેલા તેમણે શિવાજી ઉપર પણ પુસ્તક લખ્યું હતું.

અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS