Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પીઢ અભિનેત્રી તથા સંસદસભ્ય હેમા માલિનીએ ‘વાદી-એ-કશ્મીર’ નામની એક લઘુ ફિલ્મમાં ટચૂકડી ભૂમિકા અદા કરીને પોતાનું યોગદાન આપ્યું છે. આ ફિલ્મનો ઉદ્દેશ્ય કશ્મીર સાથે એકતાના સંદેશનો ફેલાવો કરવાનો છે.

હેમાએ પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, એક ભારતીય તરીકે આ ફિલ્મ કશ્મીર સુધી પહોંચવા અને ખીણપ્રદેશમાં વસતાં આપણા ભાઈ-બહેનોનાં દિલને સ્પર્શ કરવાનો મારો એક પ્રયાસ છે.

કશ્મીર ખીણપ્રદેશના રહેવાસીઓ તથા ત્યાંના કુદરતી સૌંદર્યને દર્શાવતી ‘વાદી-એ-કશ્મીર’ ફિલ્મની પ્રસ્તુતકર્તા છે કેન્ટ આર.ઓ. સિસ્ટમ્સ લિમિટેડ.

ફિલ્મમાં સંગીત શંકર-એહસાન-લોયએ આપ્યું છે અને ગીત જાણીતા ગીતકાર ગુલઝારે લખ્યા છે.

ફિલ્મનું નિર્દેશન પ્રદીપ સરકારે કર્યું છે.

પ્રદીપ સરકાર આ ફિલ્મના શૂટિંગ માટે બે અઠવાડિયા સુધી કશ્મીરમાં રહ્યા હતા. એમણે કહ્યું છે કે, 62 વર્ષની ઉંમરમાં હું આ પહેલી જ વાર કશ્મીરના પ્રવાસે ગયો હતો અને એની સાથે મને પ્યાર થઈ ગયો. મેં આ ફિલ્મમાં કશ્મીરની સુંદરતા દર્શાવવાની પૂરી કોશિશ કરી છે.

કેન્ટ આર.ઓ.ના ચેરમેન મહેશ ગુપ્તાએ કહ્યું કે છ મિનિટની આ ફિલ્મ બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય કશ્મીરમાં વસતા આપણા ભાઈ-બહેનોને એ વાતનો એહસાસ કરાવવાનો છે કે શેષ ભારત એમની પડખે છે અને આપણને સૌને નિકટ લાવવાના અનેક દરવાજા ખુલ્લા છે.

‘વાદી-એ-કશ્મીર’ ફિલ્મ દ્વારા નિર્માતાએ દેશભરના લોકોને કશ્મીરનાં રહેવાસીઓ માટે પ્યારનો સંદેશ મોકલવા માટે http://www.dilsekashmir.com પર લોગ ઓન કરવાનો આગ્રહ પણ કર્યો છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS