Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- જનતાદળ યુનાઈટેડમાં (JDU) હવે આરપારની સ્થિતિ જોવા મળી રહી છે. બિહારમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવ્યાં બાદ જે રીતે શરદ યાદવે JDUમાં બળવો કર્યો છે તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, પાર્ટીમાં તેમના વિરુદ્ધ કોઈપણ સમયે શિસ્તભંગના પગલા લેવામાં આવી શકે છે.

JDUના રાજ્યસભાના 7 અને લોકસભાના 2 સાંસદો અને રાષ્ટ્રિય મહાસચિવ સંજય ઝાએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યસભામાં શરદ યાદવને સંસદીય દળના નેતા પદેથી હટાવી આર.સી.પી. સિંહને નેતા બનાવવા અંગે રજૂઆત કરતો પત્ર વેંકૈયા નાયડુને સોંપવામાં આવ્યો હતો.

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂને સોંપેલા પત્રમાં JDU સાંસદોએ કહ્યું કે, તેમણે સર્વસંમતિથી આર.સી.પી. સિંહને પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. JDUના બિહાર પ્રદેશ અધ્યક્ષે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. આ અગાઉ એક દિવસ પહેલા શરદ યાદવ સાથે નજીકનો પરિચય ધરાવતા રાજ્યસભા સાંસદ અલી અનવરને સંસદીય દળમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. હવે રાજ્યસભામાં સાંસદ રામચંદ્ર પ્રસાદસિંહ શરદ યાદવની જગ્યા લેશે.

ઉલ્લેખનીય છે કે, નીતિશકુમારે બિહારમાં ભાજપના સમર્થનથી સરકાર બનાવ્યા શરદ યાદવ બિહાર યાત્રા પર નિકળી ગયા છે. અને રેલીઓમાં નીતિશના નિર્ણયને પ્રજા સાથે દગો બતાવી રહ્યા છે. બીજી તરફ મુખ્યપ્રધાન નીતિશકુમારે મૌન તોડતા કહ્યું કે, શરદ યાદવ પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. તેઓ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે. ભાજપ સાથે ગઠબંધનનો નિર્ણય સમગ્ર પાર્ટીની સહમતીથી લેવાયો હતો. આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નીતિશ કુમારને NDAમાં જોડાવા નિમંત્રણ આપ્યું છે. જે અંગે નીતિશ કુમારના જવાબની રાહ જોવામાં આવી રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS