Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અંબાજી– સોશિયલ મીડિયાનો કૂદકેને ભૂસકે ઉપયોગ વધારવામાં એકમેકને જોડતી એપ્લિકેશનનો ખૂબ મહત્ત્વપૂર્ણ ફાળો છે.જેમાં વ્હો્ટસ અપ ખાસ નોંધવામાં આવે છે. આપણાં ગુજરાતના એક વિદ્યાર્થીએ એનાથી વધુ બહેતર એપ બનાવી છે અને તેને માન્ય પણ કરવામાં આવી છે. અંબાજીના હિમાંશુ ગઢવીએ બનાવેલી હિમજી એપ આજકાલ ચર્ચાનો વિષય છે.

ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપક પ્રચાર થઇ રહ્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ મોટા ભાગની યોજનાઓનું ડિજિટલાઇઝેશન કરી રહી છે. ભણવામાં પણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરક્ષેત્રમાં આી એપ બનાવવામાં વધુ રસ લેતા થયાં છે. મૂળ અંબાજીના રહેવાસી અને પાલનપુરની વિદ્યામંદિરનાં ધોરણ-9 માં અભ્યાસ કરતાં હિમાંશુ ગઢવીએ આઇ.ટી ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યુ છે.  મેસેજની આપ-લે માટે મોટાભાગે વ્હોટ્સ અપનો ઉપયોગ કરવામાં આવે છે તેને  હિમાંશુએ વધુ ડેવલપ કરીને વોટ્સઅપ જેવી જ હિમજી ચેટ એપ બનાવી છે. આ એપમાં 256 નહીં પણ 5000 થી વધુ  મિત્રોને એક ગ્રુપમાં જોડી શકાય છે. જ્યારે 2 જીબી સુધીની કોઇ પણ પ્રકારની ડેટા ફાઇલ સરળતાથી અને ઝડપથી મોકલી શકાય છે.

આ હિમજી ચેટ એપને ગૂગલમાં પણ રજિસ્ટ્રેશન કરાવાયું છે. જેનું હાલમાં રેટિંગ 4.9 જોવા મળી રહ્યું છે.  ગૂગલમાં આ એપ માટેની ફી ભરી દેતાં લોકો પણ આ એપનો ઉપયોગ કરતાં થયાં છે. આ એપ માટેના ગૂગલના સર્ટિફિકેટ પણ હિમાંશુએ મેળવી લીધાં છે અને ઉપયોગકર્તાઓમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

(અહેવાલ- ચિરાગ અગ્રવાલ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS