Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કેનેડામાં એમેઝોનની વેબસાઇટ પર ભારતીય તિરંગાને દર્શાવતા પગલૂંછણિયા વેચવાની ઘટનાને ધ્યાનમાં લેઈ એમેઝોનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ તાત્કાલિક ધોરણે પગલૂંછણિયાનું વેચાણ રોકવા તથા બિનશરતી માફી માગવા કહ્યું હતું. સુષ્મા સ્વરાજના ઉગ્ર વલણને જોતા અમેઝોને તાત્કાલિક કેનેડાની વેબસાઈટ પરથી વેચાણ યાદીમાંથી આ પગલૂંછણિયાની પ્રોડક્ટને હટાવી દીધી હતી. પરંતુ એમેઝોન તરફની હજુ સુધી માફી માંગવામાં નથી આવી.

વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે ટિ્વટ કરીને કહ્યું હતું કે ‘એમેઝોને તાકીદે તિરંગાનું અપમાન કરનાર તમામ પ્રોડક્ટ્સને હટાવી દેવી જોઇએ.  જો આમ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે કોઇપણ એમેઝોન અધિકારીઓને વિઝા નહીં આપીએ અને પહેલા આપવામાં આવેલા વિઝાને પણ રોકી દેવામાં આવશે.’ હકીકતમાં અતુલ ભોબે નામની એક વ્યક્તિએ ટિ્વટ કરીને કેનેડામાં વેચાઇ રહેલા આ પગલૂંછણિયા વિશે જાણકારી આપી હતી અને વિદેશપ્રધાનને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એમેઝોન એક ઓનલાઇન માર્કેટપ્લેસ છે અને તે સીધી રીતે એવી પ્રોડક્ટસનું વેચાણ નથી કરતી જેને ત્રીજા પક્ષ દ્વારા લિસ્ટેડ કરવામાં આવી હોય. આ સમગ્ર મામલે વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કેનેડા ખાતેના ભારતીય હાઈ કમિશનને પણ એમેઝોનના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરવા આદેશ આપ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS