Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના રામબન જિલ્લામાં બનીહાલ નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર અમરનાથ યાત્રીઓ સાથેની એક બસ આજે ખીણમાં પડતાં ઓછામાં ઓછા 16 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં 35 જણ ઘાયલ થયાં છે.

પોલીસ તથા રામબન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એમાં લશ્કરના સૈનિકો પણ જોડાયા છે.

બસ જમ્મુથી પહેલગામ તરફ જતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

ઈજાગ્રસ્તોને ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બસ ખીણમાં પડવાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી.

આ વખતની અમરનાથ યાત્રામાં આ બીજો મોટો કમનસીબ બનાવ બન્યો છે. હજી અમુક દિવસો પહેલાં જ અનંતનાગમાં ત્રાસવાદીઓએ કરેલા ગોળીબારમાં ગુજરાતનાં સાત અમરનાથ યાત્રીઓ માર્યા ગયા હતા. તે હુમલામાં ઘાયલ થયેલા લલિતા નામનાં એક 47 વર્ષીય મહિલા શ્રદ્ધાળુએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં દમ તોડતાં મરણાંક વધીને 8 થયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS