Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- શુક્રવારે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સિક્કીમ સરહદ વિવાદને લઈને સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવાઇ છે. આ બેઠકનું આયોજન વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું છે. જેમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ તમામ પક્ષોને વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કરશે.

ઉલ્લેખનીય છે કે, ડોકલામ વિસ્તારમાં ગત કેટલાક દિવસોથી બંને દેશની સેના સામસામે આવી જતાં તણાવ વધી જતા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચીને કહ્યું છે કે, ભારત સાથે એક જ શરત પર વાતચીત કરવામાં આવશે જ્યારે ભારત તેની સેના ડોકલામ વિસ્તારમાંથી પરત બોલાવે. જ્યારે ભારતીય સૈનિકોએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું છે કે, ડોકલામ ભારતનો વિસ્તાર છે અને અહીંથી પરત જવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પરમાણુ નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભારત તેની પરમાણુ તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. ભારતની પ્રાથમિકતા  પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તેના હથિયારો વિકસિત કરવાની હતી પરંતુ હવે ભારત ચીનને ધ્યાનમાં રાખીને તેની સેનાને આધુનિક કરી રહ્યું છે.

ઓનલાઈન મેગેઝીન ‘આફ્ટર મિડનાઈટ’ના અંકમાં છપાયેલા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત એક એવી મિસાઈલ બનાવી રહ્યું છે જે દક્ષિણ ભારતના પોતાના બેઝ પરથી સમગ્ર ચીનને ટાર્ગેટ કરી શકે છે. ઈન્ડિયન ન્યૂક્લિયર ફોર્સ 2017ના શીર્ષકવાળા પોતાના લેખમાં હંસ એમ. ક્રિસ્ટિનસન અને રોબર્ટ એસ. નોરિસે લખ્યું છે કે, એક અનુમાન મુજબ ભારત પાસે 150થી 200 પરમાણુ હથિયારો બનાવવા માટે પર્યાપ્ત માત્રામાં પ્લૂટોનિયમ છે પરંતુ ભારતે હજી સુધી 120થી 130 પરમાણુ હથિયારો જ બનાવ્યાં છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, પરંપરાગત રીતે પાકિસ્તાન પર આધારિત ભારતની પરમાણુ રણનીતિમાં હવે ચીન ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS