Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનાં પિતા કૃષ્ણરાજ રાયનું ટૂંકી માંદગી બાદ શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે અવસાન નિપજ્યું હતું. તેઓ કેટલાક દિવસોથી અહીં બાન્દ્રાસ્થિત લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

કૃષ્ણરાજ રાયના બાદમાં રાતે 8.30 વાગ્યે વિલે પાર્લે વેસ્ટ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં કૃષ્ણરાજ રાયની સારવાર કરનાર લેફ્ટ જનરલ વી. રવિશંકરે કહ્યું હતું કે રાયને લિમ્ફોમાની બીમારી હતી. તેઓ એક મહિનાથી હોસ્પિટલમાં હતા.

કૃષ્ણરાજે શનિવારે સાંજે લગભગ ચાર વાગ્યે હોસ્પિટલના આઈસીયૂમાં અંતિમ શ્વાસ લીધો હતો.

મેંગલોરનિવાસી કૃષ્ણરાજનાં પરિવારમાં એમના પત્ની વૃંદા, એક પુત્ર આદિત્ય અને એક પુત્રી ઐશ્વર્યા છે.

કૃષ્ણરાજ સારવાર હેઠળ હતા ત્યારે ઐશ્વર્યા, એનો અભિનેતા પતિ અભિષેક અને સાસુ-સસરા (અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન) સતત એમની સંભાળ માટે હોસ્પિટલમાં હાજર રહેતાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS