Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – એર ઈન્ડિયાના વિમાન પ્રવાસીઓને ટૂંક સમયમાં જ વિમાનમાં બેઠાંબેઠાં એમનાં ઈમેઈલ્સ અને વોટ્સએપ મેસેજિસ ચેક કરવા/મોકલવાની સુવિધા પ્રાપ્ત થશે, કારણ કે આ રાષ્ટ્રીય એરલાઈન તેની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર વાઈ-ફાઈ સુવિધા આપે એવી ધારણા છે.

એર ઈન્ડિયાના પ્રવાસીઓને આ સવલત કદાચ આવતા જુલાઈથી મળવાનું શરૂ થઈ શકે છે.

એર ઈન્ડિયા ડોમેસ્ટિક રૂટ પર તેના A-320 વિમાનોમાં વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવાનું વિચારી રહી છે.

જો આ સુવિધા શરૂ થશે તો પ્રવાસીઓને મફત વાઈ-ફાઈ સુવિધા પૂરી પાડનાર એર ઈન્ડિયા દેશની પહેલી જ એરલાઈન બનશે અને ભારતની અન્ય એરલાઈન્સ પણ એનું અનુકરણ કરે એવી શક્યતા છે.

એર ઈન્ડિયાના ચેરમેન અશ્વની લોહાનીએ કહ્યું છે કે કંપનીએ આ સુવિધા શરૂ કરવા માટે દિલચસ્પી બતાવી છે અને વિમાનોમાં વાઈ-ફાઈ ઈક્વિપમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવા માટે વિમાન ઉત્પાદક કંપનીની મંજૂરી માગી છે.

લોહાનીએ આ સુવિધા ક્યારથી શરૂ થશે એની ચોક્કસ તારીખ જણાવી નથી, પરંતુ કહ્યું છે કે એર ઈન્ડિયા આવતા જૂન કે જુલાઈથી તેનો આરંભ કરવા ધારે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS