Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


મુંબઈ – મહિલા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાએ મહિલા પ્રવાસીઓ માટે બે હરોળ અથવા 6 બેઠક અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

‘ધ હિન્દુ’ અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એર ઈન્ડિયા એકલી સફર કરનાર મહિલા પ્રવાસીઓને કોઈ એકસ્ટ્રા ચાર્જિસ લગાડ્યા વિના આ સુવિધા પ્રદાન કરનાર છે.

એર ઈન્ડિયાનાં જનરલ મેનેજર (રેવેન્યૂ મેનેજમેન્ટ) મીનાક્ષી મલિકનાં જણાવ્યા મુજબ, અમે વિમાનના ઈકોનોમી વર્ગમાં એકલી સફર કરનાર મહિલા પ્રવાસીઓ માટે 6 સીટ અનામત રાખવાના છીએ.

આ નિયમ આવતી 18 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવનાર છે.

ગયા મહિને એર ઈન્ડિયાની મુંબઈ-નેવાર્ક (અમેરિકા) ફ્લાઈટમાં એક પુરુષ પ્રવાસીએ એક મહિલા સહ-પ્રવાસી સાથે અભદ્ર વર્તન કર્યાની ઘટના બન્યા બાદ ઉક્ત નિર્ણય લીધો છે. એ વિમાનમાં બનેલી તે ઘટનામાં બિઝનેસ વર્ગનો પુરુષ પ્રવાસી એની સીટ બદલીને ઈકોનોમી વર્ગમાં એક મહિલા પેસેન્જરની બાજુમાં જઈને બેઠો હતો અને એ મહિલા જ્યારે ઊંઘી ગઈ હતી ત્યારે એને અભદ્ર રીતે સ્પર્શ કર્યો હતો.

દુનિયામાં અન્ય કોઈ એરલાઈન કંપની પોતાનાં વિમાનોમાં મહિલા પ્રવાસીઓ માટે સીટ અનામત રાખતી નથી. આવો નિર્ણય લેનાર એર ઈન્ડિયા વિશ્વની પહેલી એરલાઈન બની છે.

ભારતમાં જોકે રેલવેની લોકલ તેમજ બહારગામની, એમ બંને પ્રકારની ટ્રેનોમાં, મેટ્રો ટ્રેનોમાં અને બસોમાં મહિલા પ્રવાસીઓ માટે અલાયદી બેઠકો ફાળવવામાં આવેલી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS