Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ મેટ્રો શહેરની વધતી વસતીમાં હવે ઉત્તર ભારતથી રોજગાર અર્થે આવનારાં ભારતીયોની વસ્તીમાં મોટો વધારો પાછલાં વર્ષોમાં નોંધાયો છે. શહેરમાં વસતાં ઉત્તર ભારતીયો હવે પોતાના ઉત્સવો અને ધાર્મિક પ્રસંગો પણ શહેરમાં ઉજવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે.

તેમાં ગણેશ વિસર્જન અને છઠ્ઠપૂજા જેવો મોટો તહેવાર છે જેમાં સાબરમતીના કિનારે પૂજન-અર્ચન-વિસર્જનના અવસરો આવે છે. આ અવસરો પર શહેરીજનોની સુવિધા વધે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રુપિયા 10 કરોડના ખર્ચે સાબરમતી નદીના ઇન્દિરાબ્રિજ વાળા છેડે ભવ્ય ઘાટનું નિર્માણ કરવામાં આવશે.

શાહીબાગ ડફનાળા તરફ બનનારા ઘાટ માટે પ્રક્રિયા શરુ થવારુપે ઇ-ટેન્ડર પણ બહાર પડી ચૂક્યાં છે. નારણઘાટ જેવો સુંદર ઘાટ નિર્માણ કરવા માટે એપ્રોચ રોડ માટે એક કરોડ ખર્ચાશે. ડાયાફ્રામ વૉલ, રિટેઇનિંગ વૉલ, લોઅર અને અપર પ્રોમેનેડ અને શૌચાલય સંકુલ જેવી લોકોપયોગી સુવિધાઓ પણ આ નવા બનનારા ઘાટ પર હશે.

સાબરમતી નદીના સાંસ્કૃતિ મહાત્મ્યને વધારનાર ઘટના તરીકે ઇન્દિરાબ્રિજ પાસે બનનારા ઘાટને લઇને શહેરીજનોને દેશના સાંસ્કૃતિક નકશા પર વધુ એક નજરાણું ઉમેરનાર તરીકે પ્રખ્યાત થવાનો દાવો એએમસી દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવે તો નવાઇ નહીં…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS