Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે ગુરુવારે પીએમ મોદીના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ વચ્ચેના હાઈસ્પીડ રેલ(બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કર્યું છે. સવારે 9.30 વાગ્યે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસેના ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલ, રાજ્યકક્ષાના રેલવેપ્રધાન મનોજ સિન્હા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જાપાન પીએમ શિન્ઝો એબેનું સંબોધન

 • નમસ્કાર કરીને સંબોધનની શરુઆત કરી
 • આજે નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે.. હું બેહદ ખુશ છું…
 • બુલેટ ટ્રેન આજે બે દેશોની જોડી રહી છે.
 • ભારત જાપાનના સંબધો વધુ મજબૂત રહ્યાં છે, અને રહેશે
 • નવા ભવિષ્ય તરફ લઈ જશે
 • ચમકતું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે.
 • 1964નું વર્ષ મને યાદ છે… આવી તમામ કઠિનાઈ છતાં જાપાને કર્મથી નવા જાપાનનું નિર્માણ કર્યું છે.
 • હિન્દ અને પ્રશાંત મહાસાગરનો સંગમ છે.
 • મોદીજી મારા મિત્ર છે, તેમના સહકારથી બુલેટ ટ્રેન સાકાર થશે.
 • પીએમ મોદી દૂરદર્શી નેતા છે.
 • જાપાન અને ભારતના એન્જીનિયરો સાથે મળીને કામ કરશે તો કોઈ કામ કઠિન નહીં હોય
 • જાપાનની કંપનીઓ પણ ભારતમાં આવવા ઉત્સુક છે.
 • જાપાનની હાઈસ્પીડ રેલ પ્રોજેકટ સૌથી સુરક્ષિત છે.
 • જાપાનના 100થી વધુ એન્જીનિયર આવ્યા છે.
 • જાપાન મેક ઈન જાપાન પ્રત્યે પ્રતિબદ્ધ છે.
 • સ્વતંત્રતા, માનવધિકારનું જાપાન સમર્થન કરે છે.
 • ભારત અને જાપાન આર્થિક વિકાસમાં યોગદાન આપશે.
 • ભારત વિશ્વનું કારખાનું બની શકે છે.
 • જય જાપાન જય ઈન્ડિયા…
 • જાપાનનો જ અને ઈન્ડિયાનો ય મેળવી દેવામાં આવે તો જય શબ્દ બને છે..
 • હું મોદીજી સાથે બુલેટ ટ્રેનમાં બેસીને ન્યૂ ઈન્ડિયા જોઈશ…
 • ધન્યવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

 • મોદી મોદી મોદીના નારા લાગ્યાં
 • એબેનું ગુજરાતની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું.
 • ગુજરાતને પણ અભિનંદન આપવા છે
 • જાપાનના પીએમને અને મારા અંગત મિત્રનું તમે જે સ્વાગત કર્યું તે બદલ હૃદય પૂર્વક ગુજરાતવાસીઓનો આભાર માનું છું.
 • સ્વપ્ન જ માનવીને આગળ લઈ જાય છે. આ ન્યૂ ઈન્ડિયા છે, તેની ઉડાન અસીમ છે.
 • ભારતે વર્ષો જૂના સ્વપ્નને પૂરું કરવા માટે અતિમહત્વનું પગલું ભર્યું છે.
 • બુલેટ ટ્રેન તેજ ગતિ, તેજ ટેકનોલોજી, તેજ સુરક્ષા, તેજ પરિણામ, તેજ સુરક્ષા લાવશે
 • બુલેટ ટ્રેન ઈકો ફ્રેન્ડલી છે.
 • અચ્છા દોસ્ત… જાપાને આજે બતાવ્યું છે. તે સમય અને સીમાથી અલગ છે.
 • શિન્ઝો એબેએ વ્યક્તિગત રીતે રસ લીધો છે, જેમના પ્રયત્નથી જ આ ભૂમિપૂજન શક્ય બન્યું છે.
 • તેજ ગતિથી ફેરફાર આવી રહ્યો છે. હમારી પ્રાથમિકતા હાઈ સ્પીડ…
 • આર્થિક પ્રગતિનો મુખ્ય આધાર પ્રોડક્ટિવટી,
 • મોર પ્રોડક્ટિવિટી… મોર ગ્રોથ
 • જાપાને આજે મિત્રતા સાબિત કરી છે.
 • ગુજરાતીઓ બહુ જોઈ ચકાસીને ખરીદી કરે છે. અને તેમાંય અમદાવાદીઓ તો…
 • ભારતને જાપાન અને શિન્ઝો એબે જેવો દોસ્ત મળ્યો છે.
 • બુલેટ ટ્રેન માટે જાપાને 88,000 કરોડ રૂપિયાની લોન 0.1 ટકાના વ્યાજ દરે આપવાનો નિર્ણય કર્યો છે.
 • બુલેટ ટ્રેન એ જાપાનની ભારતને સૌથી મોટી ભેટ છે.
 • બુલેટ ટ્રેન અમારા અમદાવાદથી આમચી મુંબઈ જાયેગી
 • બુલેટ ટ્રેનથી બે શહેરોના લોકો વધુ નજીક આવશે
 • દેશ કો નઈ રફતાર મિલેગી…
 • છેવાડાના માનવીને પણ બુલેટ ટ્રેનનો ફાયદો મળશે.
 • જાપાન ટેકનોલોજી આપશે, તેના સાધનો ભારતમાં બનશે… મેક ઈન ઈન્ડિયાને પણ મજબૂતી મળશે.
 • ગુજરાતના નવયુવાનોને તક મળશે. ન્યૂ ઈન્ડિયા તૈયાર કરવા માટે ગુજરાતના વડોદરાનું પણ જોવા મળશે.
 • 21મી સદીના નિર્માણ માટેની ઈંટ બુલેટ ટ્રેન મુકશે.
 • બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વહેલો પૂરો કરાશે.
 • મારા પરમ મિત્ર શિન્ઝો એબેને ફરીથી ધન્યવાદ
 • ગુજરાત અને મહારાષ્ટ્રના સીએમનો આભાર…

રેલવેપ્રધાન પિયુષ ગોયલનું સંબોધન

 • મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં બુલેટ ટ્રેનના શિલાન્યાસનો અવસર મળ્યો છે.
 • બુલેટ ટ્રેનથી બે દેશો વચ્ચેનો નવી દોસ્તી આયામ શરૂ થશે
 • લેટેસ્ટ ટેકનોલોજી માટે જાપાનનો આભાર વ્યક્ત કરું છું.
 • બુલેટ ટ્રેન ભારતમાં નવી રોજગારીનું સર્જન કરશે.
 • પીએમ મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને બળ મળશે.

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનું સંબોધન

 • આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.
 • મહારાષ્ટ્ર અને ગુજરાતનો પણ આભાર… સૌથી પહેલી બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે થઈ રહી છે.
 • આપણે ભાગ્યશાળી છીએ, રોજગારીનું સર્જન થશે, અને જીડીપી વધશે.
 • બંને પીએમ આ જ ટ્રેન બેસીને મુંબઈ આવો તેવું અરજ કરું છું…

ગુજરાતના સીએમ વિજય રૂપાણીનું સંબોધન

 • ગુજરાત ખુબ જ હર્ષની લાગણી અનુભવે છે.
 • ગુજરાત અને જાપાનનો નાતો ખુબ જુનો છે. તેમાં આજે નવી યશ કલગીનો ઉમેરો થયો છે.
 • બુલેટ ટ્રેનથી મુંબઈ સવારે જઈને સાંજે પાછા આવી જવાશે.
 • પીએમ મોદીના વીઝનને વેગ મળ્યો છે. ન્યૂ ઈન્ડિયા આગળ ધપશે.
 • ગુજરાત આજે ધન્યતા અનુભવે છે.
 • ગુજરાતમાં ટ્રેનિંગ સેન્ટર સર્જાશે, 20,000થી વધુ લોકોને તાલીમ અને રોજગારી મળશે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનનો દાવો છે કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઇ પ્રોજેકટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. સમગ્ર પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂપિયા 1,00,000 લાખ કરોડથી વધુનો ગણવામાં આવે છે. તેમાં  ૮૦ ટકાથી વધુ નાણાંસહાય જાપાન સરકાર આપવાની છે.

જાપાન સરકાર રૂ.૮૮ હજાર કરોડ જેટલી આર્થિક સહાય ૦.૧ ટકાના વ્યાજ દરે આપી રહી છે મતલબ કે આટલી મોટી રકમ વર્લ્ડ બેન્ક કે એવી કોઇ એજન્સી પાસેથી લેવામાં આવે તો ૫ થી ૭ ટકાનો વ્યાજ દર અને પુન:ચુકવણી ગાળો ૨૫ થી ૩૫ વર્ષનો હોઇ શકે. એનો અર્થ એ થયો કે ભારતને આ પ્રોજેકટ માટે જે નાણાકીય સહાય જાપાન તરફથી મળશે તે લગભગ ‘ઝીરો કોસ્ટ’ હશે.

હાઇસ્પીડ ટ્રેન નિર્માણ-સંચાલન ક્ષેત્રે કૌશલ્યવાન માનવબળ ઊભું કરવા વડોદરા ખાતે વર્ષ-૨૦૨૦ સુધીમાં ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થશે. જે ૪,૦૦૦ જેટલા કર્મચારીને તાલીમ આપશે. જેનાથી માત્ર હાઇસ્પીડ પ્રોજેકટનું સંચાલન જ નહીં, દેશમાં નવા પ્રોજેકટ પણ સાકાર કરાશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS